રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતમાં 5G ડાઉનલોડ સ્પીડમાં થયો મોટો ઘટાડો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમાં 5G નેટવર્કની સેવા ઝડપથી વિસ્તરી રહી છે. હાઇ સ્પીડની સુવિધા માટે મોટાભાગના લોકો 5G તરફ વળ્યા છે. જીઓ  અને એરટેલ એ તેમની 5G સેવાઓ દેશના મોટાભાગના શહેરોમાં વિસ્તારી છે. જો કે, આ બંનેમાંથી કોઈ પણ કંપની દ્વારા હજુ સુધી કોઈ 5G પ્લાન લોન્ચ કરવામાં આવ્યો નથી. કંપનીઓ હાલમાં તેમના યુઝર્સને ફ્રી 5G ડેટા ઓફર કરી રહી છે. લોકોમાં 5Gની માંગ વધી રહી છે ત્યારે હવે તેના નેટવર્કને લઈને એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે.

ભારતમાં 5G નેટવર્કની ડેટા સ્પીડને લઈને એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, જેમ જેમ 5Gનું વિસ્તરણ થઈ રહ્યું છે, તેમ તેમ તેની નેટવર્ક ગુણવત્તા ઘટી રહી છે. તાજેતરના એક અહેવાલમાં પ્રકાશમાં આવ્યું છે કે કંપનીઓ ઝડપથી 5G નેટવર્ક વિકસાવી રહી છે, તેની ડાઉનલોડિંગ સ્પીડમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

5G ડાઉનલોડ સ્પીડમાં મોટો ઘટાડો: ભારતમાં 5G નેટવર્કને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે 2023ના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં 5G નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 304Mbps હતી, પરંતુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં ડાઉનલોડ સ્પીડ ઘટીને 280.7Mbps થઈ ગઈ છે.

રિપોર્ટ અનુસાર, આ વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન પીક અવર્સ દરમિયાન 5G ડાઉનલોડ સ્પીડ ઘણી ઓછી હતી. એવું માનવામાં આવે છે કે પીક અવર્સ દરમિયાન, OOT, સ્ટ્રીમિંગ, ગેમિંગ, ઓનલાઈન શોપિંગ જેવા ઘણા હેતુઓ માટે 5G ડેટાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ડાઉનલોડ સ્પીડમાં ઘટાડાનું મુખ્ય કારણ 5G નેટવર્કનો વધુ પડતો ઉપયોગ હોઈ શકે છે.

એરટેલેનું નેટવર્ક પ્રદર્શન સુધર્યું: ઓપનસિગ્નલના અહેવાલ મુજબ, કેટલાક રાજ્યો સિવાય 5G નેટવર્કમાં એરટેલનું પ્રદર્શન નોંધપાત્ર રીતે સુધર્યું છે. એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ Q1 2023માં 260.4Mbps હતી, જે કથિત રીતે Q1 2024માં વધીને 273.6Mbps થઈ ગઈ હતી.

Jioની સ્પીડમાં જોવા મળ્યો ઘટાડો: રિપોર્ટ અનુસાર, Jioની 5G ડાઉનલોડ સ્પીડમાં જોરદાર ઘટાડો થયો છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં Jioની ડાઉનલોડ સ્પીડ 323.6Mbps હતી પરંતુ 2024ના પહેલા ક્વાર્ટરમાં તે ઘટીને 261.8Mbps થઈ ગઈ હતી. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો આસામ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.