‘AAPએ લીકર કૌભાંડના રૂપિયાનો ઉપયોગ ગોવા ચૂંટણીના પ્રચાર માટે કર્યો’

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી સરકારના લીકર કૌભાંડને (Delhi Liquor Scam) લઈને પ્રવર્તન નિર્દેશાલય (ED)એ ચોંકાવનારો દાવો કર્યો છે. ED તરફથી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીની સરકારે એક્સાઈઝ પૉલિસીથી મેળવેલી રકમ ગોવા ચૂંટણીમાં ખર્ચ કરી છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ EDના દાવાને ખોટા અને કાલ્પનિક ગણાવ્યાં છે.

EDએ પોતાની ચાર્જશીટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, લિકર કૌભાંડથી મેળવેલા રૂપિયામાંથી કેટલીક રકમ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી 2022ના પ્રચાર અભિયાન પાછળ વાપરી હતી.

વધુમાં EDએ જણાવ્યું કે, સર્વે ટીમોનો ભાગ રહેલા વૉલેન્ટિયર્સને 70 લાખ રૂપિયા રોકડાની ચૂકવણી કરવામાં આવી હતી. આરોપી વિજય નાયરે જ ખુદ અભિયાન સંલગ્ન કાર્યમાં સામેલ કેટલાક વ્યક્તિઓને રોકડમાં ચૂકવણી પ્રાપ્ત કરવા માટે કહ્યું હતુ.

વિજય નાયરે AAP નેતાઓ તરફથી મગુનતા શ્રીનિવાસસુલુ રેડ્ડી, રાઘવ મગુંટા, સારથ રેડ્ડી અને કે. કવિતાના એક ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. વિજય નાયર અને તેના સહયોગ દિનેશ અરોરાના ષડયંત્રમાં અભિષેક બોઈનપલ્લી પણ સામેલ રહ્યો હતો. અભિષેક પર જ 100 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં મદદ કરવાનો આરોપ છે.

બીજી તરફ મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, આ સરકારના કાર્યકાળમાં EDએ લગભગ 5000 ચાર્જશીટ ફાઈલ કરી હશે, જેમાંથી કેટલાને સજા મળી? EDના તમામ કેસ ખોટા છે. EDનો ઉપયોગ માત્ર સરકાર ઉથલાવવા અને બનાવવા માટે થાય છે.

જણાવી દઈએ કે, ગત વર્ષે યોજાયેલી ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ માત્ર બે બેઠકો પર જ જીત મેળવી હતી. અગાઉ 6 જાન્યુઆરીએ લીકર કૌભાંડમાં EDએ બીજી ચાર્જશીટ રાઉસ એવન્યૂ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં 12 આરોપીઓ બનાવવામાં આવ્યા હતા, જે પૈકી 5 ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ અને 7 કંપનીઓ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.