
આપ નેતા સત્યેન્દ્ર જૈનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની તબિયત અચાનક લથડી છે.ત્યારે તેમની આ અંગેની ફરિયાદ પર તેમને સારવારઅર્થે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.જૈન મની લન્ડરિંગ મામલે 1 વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં છે.સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગત 31મે 2022 ના રોજ મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામા આવી હતી.