AAPએ જીતના નશામાં લહેરાવ્યું અમિત શાહનું પોસ્ટર, અને પૂછયું – શું કરંટ લાગ્યો?

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવખત પ્રચંડ જીત પ્રાપ્ત કરવાની તરફ આગળ વધી રહેલી આમ આદમી પાર્ટીએ જશ્ન મનાવાનું શરૂ કરી દીધું છે. પાર્ટી ઓફિસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોળી મનાવી રહ્યા છે અને ઢોલ-નગારા ચાલુ છે. જશ્નની વચ્ચે છછઁની ઓફિસમાં એક પોસ્ટર દેખાઇ રહ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસવીર પર ચશ્મા છે. પોસ્ટર પર લખ્યું છે, ‘કરંટ લગા હૈ’

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નાચી-કૂદી રહ્યા છે અને આ પોસ્ટરને લહેરાવી રહ્યા છે. દિલ્હીમાં શાહીન બાગને ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવ્યો હતો અને ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફણ છછઁ પર પ્રહારો કર્યા હતા. એક સભામાં અમિત શાહે કહ્યું હતું કે દિલ્હીવાળાઓ ઇવીએમનું બટન એટલું જોરથી દબાવો કે વોટ અહીં મળે અને કરંટ શાહીન બાગમાં લાગે.

નાગરિકતા સંશોધન એકટનું વિરોધ પ્રદર્શન કરી રહેલા શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ભારતીય જનતા પાર્ટી નિશાન સાંધી રહી છે. અમિત શાહને લઇ કપિલ મિશ્રા, પ્રવેશ વર્મા સહિત દરેક નેતા શીહાન બાગના પ્રદર્શનને આમ આદમી પાર્ટી સ્પોન્સર્ડ ગણાવતા હતા.

શાહે પોતાની કેટલીય સભાઓમાં શાહીન બાગના પ્રદર્શનને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હીના પરિણામો બતાવી દઇ કે આપ શાહીન બાગવાળાઓની સાથે છે કે પછી ભારત માતાના નારા લગાવનારાઓની સાથે. ભાજપે ૨૨મી જાન્યુઆરી બાદ ચૂંટણી કેમ્પેઇનમાં રફતાર પકડી હતી અને શાહીન બાગનો મુદ્દો બનાવ્યો હતો.

જો કે ભાજપે આ ભાષણોની કોઇ અસર ચૂંટણી પરિણામો પર પડતી દેખાઇ નથી. શાહીન બાગ જે ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન જીતી રહ્યા છે તો તે પૂરી દિલ્હીમાં પણ છછઁ ૫૮ સીટો પર આગળ છે.