પશ્ચિમ બંગાળના બાંકુડામાં રેલ દુર્ઘટના સર્જાઇ
પશ્ચિમ બંગાળના બાંકુડાના ઓંડામાં રેલ દુર્ઘટના સર્જાઈ છે.જેમાં બે માલગાડીઓ વચ્ચે અથડામણ થઈ હતી.જે ટક્કર બાદ ઘણા ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.ત્યારે આ ઘટનામાં એક ડ્રાઈવર ઘાયલ થયો છે,જ્યારે પ્લેટફોર્મ અને સિગ્નલ રૂમને નુકસાન થયું છે.જેમાં બે માલગાડીના એક એન્જિન સહિત અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.જે ઘટના સવારે લગભગ 4:00 વાગ્યે બની હતી.જેના કારણે આદ્રા-ખડગપુર શાખા પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.જેમા બાંકુડા તરફથી આવતી અન્ય એક માલગાડી ઓડા રેલવે સ્ટેશન પાસે લૂપ લાઈન પર ઉભી રહેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.ત્યારબાદ એક એન્જિન સહિત બે માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.જેમાં ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોએ ડ્રાઈવરોને બચાવી લીધા હતા.જેમાં બીજી એક ચાલતી માલગાડીએ ઉભેલી માલગાડી ટ્રેનને ટક્કર મારી હતી.જેમા ચાલતી માલગાડીનું એન્જિન ઉભેલી માલગાડી પર ચઢી ગયું હતું.ત્યારે તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.