વલસાડ થી જમ્મુતાવી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
સરકારે નવીન સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે.જે વલસાડ થી જમ્મુતાવી તથા જમ્મુતાવી થી ઉધનામાં મધ્ય ગ્રીષ્મકાલીન સ્પેશિયલ સુપરફાસ્ટ એસી ટ્રેન વિશેષ ભાડા સાથે શરૂ કરવામાં આવશે.જેમા ગાડી નંબર 09097 વલસાડ જમ્મુતાવી સ્પેશિયલ સુપરફાસ્ટ એસી ટ્રેન આગામી 22 મે થી 26 જુન 2023 સુધી વલસાડથી દર સોમવારે રાત્રિના 00:30 કલાકે રવાના થઈ રતલામ મંડલના રતલામ જંકશન પર થઈને મંગળવારના રોજ 8:35 કલાકે જમ્મુતાવી ખાતે પહોચશે.વલસાડ થી જમ્મુતાવી તથા જમ્મુતાવી થી ઉધનામાં મધ્ય ગ્રીષ્મકાલીન સ્પેશિયલ સુપરફાસ્ટ એસી ટ્રેન આ જ રીતે પરત આવવાવાળી ટ્રેન 09098 જમ્મુતાવી ઉધના સ્પેશિયલ સુપરફાસ્ટ એસી ટ્રેન 23 મે થી 27 જૂન સુધી દર મંગળવારના રોજ 23:20 વાગ્યે ઉપડી રતલામ મંડળના રતલામ જંકશન થઈ ગુરુવારવા રોજ 5:30 કલાકે ઉધના સ્ટેશન ખાતે પહોચશે. જ્યારે ટ્રેન નંબર 09097ને નવસારી,સુરત,વડોદરા,રતલામ,કોટા,સવાઈ માધોપુર,ગંગાપુર સિટી,મથુરા જંકશન,દિલ્હી સફદરગંજ,અંબાલા,લુધિયાણા,જલંધર કૈંટ અને પઠા ણકોટ સ્ટેશન પર તે 09098નું પઠાણકોટ,જલાંધર કૈંટ,લુધિયાણા,અંબાલા,દિલ્હી સફદરગંજ,મથુરા જંકશન,ગંગાપુર સિટી,સવાઈ માધોપુર,કોટા,રતલામ,વડોદરા અને સુરત સ્ટેશન પર રોકાશે.આ ટ્રેનમાં 11 થર્ડ એસી ઈકોનોમી કોચ અને 06 એસી ચેયરકાર કોચ રહેશે.