
કેરળથી દુબઈ પહોંચેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સાપ નીકળ્યો
એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં સાપ મળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફ્લાઈટ દુબઈ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તેના કાર્ગો હોલ્ડમાં સાપ મળી આવ્યો હતો. હાલ DGCA આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની બી-737-800 ફ્લાઈટ કેરળથી કાલીકટ માટે રવાના થઈ હતી.
DGCAના અધિકારીના જણાવ્યા મુજબ, દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ તેના કાર્ગો હોલ્ડમાં સાપ મળી આવ્યો હતો. જે બાદ એરપોર્ટના ફાયર વિભાગની સર્વિસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. આ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચૂકનો મામલો છે.
આ સમગ્ર ઘટનાને બેદરકારી તરીકે જોવામાં આવી રહી છે. સાપ વિમાનના કાર્ગો હોલ્ડ સુધી કેવી રીતે પહોંચ્યો? અગાઉ પણ ફ્લાઈટમાં સાપ મળી આવવાની ઘટના સામે આવી ચૂકી છે.