અમેરિકામાં ફરીએકવાર ગોળીબારની ઘટના બની

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાના વર્જિનિયા પ્રાંતના રિચમંડમાં વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળીબારની ઘટના બની છે.જેમાં હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.જેમાં એક કે બે ઘાયલોની હાલત ગંભીર છે.ત્યારે આ બાબતે રિચમંડ પોલીસના વડા રિક એડવર્ડ્સે મીડિયાને જણાવ્યુ હતું કે ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.આ સિવાય તેમણે કહ્યુ હતું કે જ્યાં ગ્રેજ્યુએશન કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાંના અધિકારીઓને સાંજે 5:15 વાગ્યે બહાર ગોળીબારનો અવાજ સંભળાયો.આ પછી તેમણે પોલીસને જાણ કરી હતી.જોકે હવે લોકોને કોઈ ખતરો નથી.કસ્ટડીમાં લેવામાં આવેલા શકમંદોની ઓળખ હજુસુધી જાહેર કરવામાં આવી નથી.આ ગોળીબાર થિયેટરથી આગળની શેરીમાં મનરો પાર્કમાં થયો હતો.કોલેજ કેમ્પસની બાજુમાં આવેલી હાઈસ્કૂલમાં પદવીદાન સમારોહ બાદ આ ઘટના બની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.