નેપાળમાં સર્વત્ર વિનાશનું દ્રશ્ય, પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 170 લોકો મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કાઠમંડુ: નેપાળમાં રવિવારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 170 થઈ ગયો છે, જ્યારે 42 લોકો ગુમ છે. તમને જણાવી દઈએ કે શુક્રવારથી પૂર્વ અને મધ્ય નેપાળનો મોટો હિસ્સો ડૂબી ગયો છે અને દેશના ઘણા ભાગોમાં અચાનક પૂર આવી ગયું છે. પોલીસના જણાવ્યા અનુસાર નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર અને ભૂસ્ખલનના કારણે 42 લોકો લાપતા છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે. પોખરેલે કહ્યું કે તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે નેપાળી સેનાએ દેશભરમાં ફસાયેલા 162 લોકોને એરલિફ્ટ કર્યા છે. પોખરેલે જણાવ્યું હતું કે નેપાળી આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા પૂર અને પાણી ભરાવાથી પ્રભાવિત લગભગ 4,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બચાવી લેવામાં આવેલા લોકોને અનાજ સહિત તમામ જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ

પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે શનિવારથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા છે અને સેંકડો લોકો વિવિધ હાઈવે પર ફસાયેલા છે. પોખરેલે જણાવ્યું હતું કે પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારને કારણે અવરોધાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ ત્રિભુવન હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ થઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલને નુકસાન થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.