રાજસ્થાનમાં ટ્રેનને પલટી મારવાનું મોટું ષડયંત્ર, ટ્રેક પર રાખવામાં આવ્યો હતો સ્ક્રેપ
રાજસ્થાનમાં ટ્રેન દુર્ઘટના માટે એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું પરંતુ લોકો પાયલટની બાતમીથી તે ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ષડયંત્રનો સમયસર ખુલાસો થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના 29 ઓગસ્ટની રાત્રે બની હતી. અહીં, કોટા-બીના રેલ્વે સેક્શન પર છાબરા વિસ્તારના ચાચોડા ગામ પાસે બાઇકનો અડધો અધૂરો સ્ક્રેપ રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. આ સ્ક્રેપ સાથે એક માલગાડી અથડાઈ હતી. જોકે, ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે ડહાપણ દાખવ્યું હતું અને બ્રેક લગાવીને ગુડ્સ ટ્રેનને અકસ્માતથી બચાવી હતી.
મળતી માહિતી મુજબ, કોટા-બીના રેલવે સેક્શન પર છાબરા વિસ્તારમાંથી એક માલગાડી પસાર થઈ રહી હતી. અચાનક લોકો પાયલટને ટ્રેક પર કંઈક થઈ રહ્યું હોવાની શંકા ગઈ. લોકો પાયલોટે ડહાપણ બતાવ્યું અને બ્રેક લગાવીને માલગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, ત્યાં સુધીમાં માલગાડી પાટા પર રખાયેલા ભંગાર સાથે અથડાઈ હતી. આ પછી અમે ટ્રેક પર જઈને જોયું તો ત્યાં જૂની બાઇકનો ભંગાર પડ્યો હતો. આ ભંગાર માટીથી ઢંકાયેલો હતો.