122 મુસાફરોથી ભરેલા વિમાનમાં લાગી ભયંકર આગ, વિડીયો આવ્યો સામે
ચોંગકિંગ જિઆંગબેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંગકિંગથી લ્હાસા જતી ફ્લાઈટ રનવેથી આગળ નીકળી ગઈ હતી, જેના કારણે પ્લેનમાં આગ લાગી હતી. એરલાઈને જણાવ્યું હતું કે, પ્લેનમાં 113 લોકો સવાર હતા અને નવ ક્રૂ મેમ્બર્સ હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ પ્લેન તિબેટ એરલાઈન્સનું હતું
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વિડીયોમાં પ્લેન સળગતું જોવા મળી રહ્યું છે, કારણ કે ફાયર ફાઈટર તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના ગુરુવારે ચીનમાં બની હતી. આ પ્લેન તિબેટ એરલાઈન્સ (tibet airlines fire)નું હતું. ગુરુવારે સવારે ચીનના ચોંગકિંગ એરપોર્ટના રનવે પર ઉતરતાની સાથે જ વિમાનમાં આગ લાગી હતી. ચીનના સરકારી મીડિયાએ આ અકસ્માતની માહિતી આપી છે.
According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA
— BST2022 (@baoshitie1) May 12, 2022
મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી
સારા સમાચાર એ છે કે, આ ભયાનક અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. એરલાઈને કહ્યું કે, ઘાયલ મુસાફરોને માત્ર નાની ઈજાઓ થઈ છે અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિમાન ચીનના ચોંગકિંગ શહેરથી તિબેટના નિંગચી જઈ રહ્યું હતું.
વિડીયોમાં જોવા મળી વિમાનમાં લાગેલી ભીષણ આગ
વિડીયોમાં પ્લેનમાંથી કાળો ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. લગભગ 2 મહિના પહેલા કુનમિંગ શહેરથી ગુઆનઝોઉ જતી ‘ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ’ની બોઈંગ 737-800 ફ્લાઈટ વુઝોઉ શહેરના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી.