કેદારનાથમાં આકાશમાંથી પડ્યું હેલિકોપ્ટર, જમીન પર થયું વેરવિખેર
દેવભૂમિ ઉત્તરાખંડના કેદારનાથથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક હેલિકોપ્ટર ઉપરથી પડતું જોઈ શકાય છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ખામી હતી અને તેને રિપેરિંગ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને બીજા હેલિકોપ્ટર સાથે બાંધીને લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન હેલિકોપ્ટરને જે સાંકળ સાથે બાંધવામાં આવ્યું હતું તે તૂટી ગયું હતું. આ પછી ખામીયુક્ત હેલિકોપ્ટર આકાશમાંથી સીધું જમીન પર પડ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે. ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર જમીન પર પડ્યા બાદ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હતું. SDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથમાં સમારકામ માટે MI-17 એરક્રાફ્ટ દ્વારા ગૌચર એરસ્ટ્રીપ પર લાવવામાં આવતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. 24 મે 2024ના રોજ ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે, “શનિવારે MI-17 એરક્રાફ્ટની મદદથી હેલિકોપ્ટરને સમારકામ માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી. થોડુ અંતર કાપ્યા બાદ, MI-17એ તેનું સંતુલન ગુમાવ્યું હતું. હેલિકોપ્ટર અને પવનને કારણે હેલિકોપ્ટરને થારુ કેમ્પ પાસે લેન્ડ કરવું પડ્યું હતું.