ઉત્તર અમેરિકાના લાસ વેગાસમાં હુમલાખોરે ગોળીબાર કરી પાંચ લોકોના જીવ લીધા બાદ અંતે પોતાને ગોળી મારી દીધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકામાં જાહેરમાં ગોળીબાર કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ઉત્તર અમેરિકાના લાસ વેગાસમાં હ્ર્દયદ્રાવક ઘટના બની હતી જેમાં એક હુમલાખોર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ટેના કારણે પાંચ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અંતે ગોળીબાર કરનાર હુમલાખોરે પણ પોતે પોતાને ગોળી મારી પોતાનો જીવ લઈ લીધો હતો.

અમેરિકાના લાસ વેગાસમાં આ ગોળીબારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સમગ્ર બાબત અંગે માહિતી મળી હતી કે, પોલીસે જણાવ્યું હતું કે તેમને મોડી રાત્રે કાસા નોર્ટ ડ્રાઇવ પર એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગોળી ચલાવવામાં આવી હોવાનો કોલ મળ્યો હતો.પોલીસને ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને ચાર મહિલાઓ અને એક યુવકને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્ય હતા. પોલીસ અધિકારીઓ દ્વારા ત્યાર બાદ હુમલાખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આખી રાત આરોપીની શોધખોળ કર્યા બાદ પોલીસને આરોપી વિષે બાતમી મળી હતી, જે બાદ પોલીસ ઈસ્ટ લેક મીડ બુલેવાર્ડ વિસ્તારમાં પહોંચી જ્યાં આરોપી હુમલાખોર ધંધો કરતો હતો. આ પછી પોલીસે આરોપીને ઘેરી લીધો અને તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેણે પોતાની બંદૂકથી પોતાને ગોળી મારી દીધી. આમ અંતે હુમલાખોરે પોતાને જ ગોળી મારતા પોલીસ પણ અચરજમાં મુકાઇ હતી અને આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.