ભારતમાં આવતા મહિને ચોથી લહેરની આશંકા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વનો પ્રથમ કોરોના કેસ ચીનમાં 17 નવેમ્બર 2019ના દિવસે નોંધાયો હતો. એના 75 દિવસ પછી એટલે કે 30 જાન્યુઆરી 2020ના દિવસે કોરોનાએ ભારતમાં દસ્તક દીધી હતી. ફરી એકવાર ચીનમાં ઓમિક્રોનના BA.2 વેરિયન્ટને કારણે 19 રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીં છેલ્લા 4 દિવસમાં સક્રિય કેસ 5280થી વધીને 16,974 થઈ ગયા છે. કોરોનાના BA.2 વેરિયન્ટને Stealth Omicron તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

કોવિડ વિશે 3 વખત સચોટ દાવા કરનારી શાંઘાઈ ફુદાન યુનિવર્સિટીએ 15 માર્ચે રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં જણવવામાં આવ્યું હતું કે ચીનમાં કોરોનાના કેસમાં અચાનક વધારા માટે ‘સ્ટીલ્થ ઓમિક્રોન’ જવાબદાર છે. જો આ ઝડપે કેસ વધતા રહેશે તો ચીન કોરોનાની ચોથી લહેરમાંથી પસાર થઈ શકે છે.

‘સ્ટીલ્થ ઓમિક્રોન’ શું છે અને ભારતમાં એની કેટલી અસર થઈ શકે છે? શું દેશમાં ત્રીજી લહેર સમાપ્ત થયા પછી કોરોનાને ભૂલી ગયેલા લોકોએ સાવધાન થઈ જવું જોઈએ? લખનઉના SGPGIમાં ઇમ્યુનોલોજિસ્ટ અને ઈન્ડિયન એસોસિયેશન ઑફ પેથોલોજીના સભ્ય ડૉ. મૃદુલ મેહરોત્રા અમારા પ્રશ્નોના જવાબ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.