
ફિનલેન્ડમાં સ્પીડ લિમિટનો ભંગ કરવા બદલ રૂ.1 કરોડનો દંડ કરાયો
દુનિયાના દરેક દેશમાં સ્પીડ લિમિટનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવતો હોય છે.ત્યારે દરેક દેશ પોતાના કાયદા પ્રમાણે દંડ ફટકારતો હોય છે. આમ સામાન્ય રીતે ઓવર સ્પિડ માટે રૂ.1000 કે 2000 દંડ થતો હોય છે.પરંતુ યુરોપિયન દેશ ફિનલેન્ડમાં મર્યાદા કરતા વધુ ઝડપથી કાર ચલાવવા બદલ એક વ્યક્તિને રૂ.1 કરોડનો મેમો આપવામા આવ્યો છે.જે અંગે ફિનલેન્ડના કાયદા અનુસાર વ્યક્તિને દંડ ફટકારવાની રકમ તેની આવકના આધારે નક્કી થતી હોય છે.ફિનલેન્ડમાં કાયદા અનુસાર દરેક વ્યક્તિને તેની રોજની આવકને બે વડે ભાગીને જે રકમ આવે તેટલો ફાઈન કરવામાં આવે છે.ફિનલેન્ડ આ કાયદો ધનિક અપરાધીઓને સજા આપવા માટે લાવ્યુ છે.