
કાશી વિશ્વનાથ ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધા શરૂ કરવામાં આવશે
વારાણસીમાં ગંગાની લહેરો પર વોટર ટેક્સી દોડતી જોવા મળશે.આ સેવાના શરૂ થયા બાદ ગંગાના માર્ગે બાબા વિશ્વનાથના દરબાર જવાનો રસ્તો સરળ થઈ જશે. જેના શરૂઆતી સમયમાં 2 વોટર ટેક્સી ચલાવવામાં આવશે.ત્યારબાદ તેની સંખ્યા વધારાશે.જેને લઈ વર્તમાનમાં તંત્ર દ્વારા સફળ ટ્રાયલ કરવામાં આવી છે.આ વોટર ટેક્સીમાં એકસાથે 86 લોકો મુસાફરી કરી શકશે.જેમાં રામનગર થી નમો ઘાટ વચ્ચે આ વોટર ટેક્સીને ચલાવવામાં આવશે.આ રૂટમાં રવિદાસ ઘાટ,અસ્સી ઘાટ,દશાશ્વમેઘ અને લલિતા ઘાટ પર આનુ સ્ટોપેજ હશે.