
ઔરંગાબાદ પાસે કાર અકસ્માત સર્જાયો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમા કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલા અકસ્માતમા સુરતમાં રહેતા ચાર પિતરાઈ ભાઈ મૃત્યુ પામ્યા હતા.જ્યારે એકનો જીવ બચી ગયો હતો. જેઓ તેલંગણામા પરિવારના એક સભ્યનુ મોત થતા તેઓ અંતિમવિધિમાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.ત્યારે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.