બિહારમાં કરોડોનાં ખર્ચે બનાવેલો પુલ એક જ વર્ષમાં તૂટી ગયો, જુઓ વિડિયો
અરરિયાઃ જીલ્લાનાં સિકટી પ્રખંડ વિસ્તારમાં એક પુલ તૂટી પડ્યો છે. આ પુલ અરરિયાનાં પડકિયા ઘાટ પર બનેલો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બકરા નદી પર હાજર આ પુલનાં નિર્માણમાં કરોડોની લાગત લાગી હતી. જ્યારે આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે આ વિડિયોમાં એવું પણ સાંભળવા મળે છે કે આ પુલને બનાવે હજુ એક વર્ષ પણ નથી થયું. આ ઘટના બાદ લોકોનું કહેવું છે કે તંત્રની લાપરવાહીનાં કારણ આ ઘટના સામે આવી છે. પુલની લાગત 12 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે પડરિયા પુલના ત્રણ પીલ્લર નદીમાં સમાઈ થયા હતા, જેના કારણે પુલ તૂટી ગયો છે.