રાજસ્થાન ના સિરોહીમાં પિંડવાડા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત માં 9 લોકોના મોત 15 ઘાયલ
બનાસકાંઠા જિલ્લા ને અડી ને આવેલા રાજસ્થાન ના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાલ પાસે રવિવારે રાત્રે ટ્રક અને તોફાન ટેક્સી (જીપ) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં આઠ જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમામ ઘાયલોને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. ઘટના ની જાણ થતાં ધારાસભ્ય સમારામ ગરાસિયા, જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલ કુમાર બેનીવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દરમિયાન ધારાસભ્ય સમારામ ગરાસિયાએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી. અહીં એસપી અનિલ કુમાર બેનીવાલે જણાવ્યું કે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઉદયપુરના આદિવાસી વિસ્તારના છે. ત્યારે અકસ્માત થયો, જેમાં 9 લોકોના મોત થયા, જ્યારે 15 લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.