લુધિયાણાની ફેક્ટરીમાં ગેસ લીક થતાં 9 લોકોના મોત, 11 બેભાન થયાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લુધિયાણામાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક થવાના કારણે 9 લોકોના મોત થઈ ગયા છે. આ ઉપરાંત 11 લોકો બેભાન થઈ ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ત્યાં આવી પહોંચી છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. આ ઉપરાંત ઘાયલોને તુરંત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગેસ ફેક્ટરીથી લીક થયો છે, જે બાદ કેટલાય લોકો બેભાન થવાના સમાચાર છે. આ ફેક્ટ્રી શેરપુર ચોક નજીક સુઆ રોડ પર આવેલી છે. જાણકારી અનુસાર, ગેસ સવાર 7.15 કલાકે લીક થયો હતો. પોલીસ આ વિસ્તારમાં અવરજવર બંધ કરી દીધી છે અને રેસ્ક્યૂ ઓપરેશનની તૈયારી શરુ કરી દીધી છે. તેના માટે બઠિંડાથી એનડીઆરએફની ટીમ પણ ગ્યાસપુર માટે રવાના થઈ ગઈ છે.

જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં જે 6 લોકોના મોત થયા છે. તેમાંથી મોટા ભાગના એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં અમુક પાલતૂ જાનવરોના પણ મોતના સમાચાર આવી રહ્યા છે. જો કે, ગેસ કેવી રીતે લીક થઈ, તેની વિશે કોઈ જાણકારી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.