દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8.53લાખ કેસ, 22 હજાર 687 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,116 લોકોના મોત.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 53 હજાર 211 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. શનિવારે સતત બીજા દિવસે 27 હજારથી વધુ કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 27 હજાર 754 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. સાથે જ 19 હજાર 981 લોકો સાજા પણ થયા હતા.

શનિવારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8139 લોકો સંક્રમિત મળ્યા હતા. અહીંયા અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. તો બીજી બાજુ મુંબઈમાં અભિનેતા અમિતાભ બચ્ચ અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાણાવટીના ક્રિટિકલ કેર સર્વિસેઝના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ રાતે 3 વાગ્યે મીડિયાને જણાવ્યું હતું કે, અમિતાભની હાલત પહેલા કરતા સારી છે.
તો આ તરફ અનુપમ ખેરના પરિવારમાં માતા દુલારી ખેર, ભાઈ રાજૂ ખેર, ભાભી અને ભત્રીજીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી તેમણે ટ્વિટર પર આપી છે. અનુપમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.