
71 ટકા ભારતીયોને હેલ્દી આહાર નસીબ નથી, 17 લાખ લોકોના દર વર્ષે થાય છે મોત
દેશના 71 ટકા ભારતીયોને સ્વસ્થ આહાર પરવડી શકે તેમ નથી. તો તંદુરસ્ત આહાર ન લેનારા 17 લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) અને ડાઉ ટુ અર્થ મેગેઝીનના રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલ રવિવારે પર્યાવરણ દિવસના અવસર પર જાહેર કરવામાં આવ્યો હતો.
સરેરાશ ભારતીયોને પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી નસીબ નથી
સ્ટેટ ઓફ ઈન્ડિયાના એન્વાયરમેન્ટ 2022ના ડેટા અનુસાર, જે લોકો સ્વસ્થ આહાર લઈ શકતા નથી તેઓને ડાયાબિટીસ, શ્વસન સંબંધી રોગ, કેન્સર અને હૃદય રોગ જેવા આહાર સંબંધિત રોગોથી પીડાય છે, જે તેમના મૃત્યુ તરફ પણ દોરી જાય છે. અહેવાલ સૂચવે છે કે વિશ્વની 42 ટકા વસ્તીને તંદુરસ્ત આહાર પરવડી શકે તેમ નથી. ભારત માટે આ આંકડો 71 ટકા છે. આ સૂચવે છે કે સરેરાશ ભારતીયના આહારમાં પૂરતા પ્રમાણમાં ફળો, શાકભાજી, કઠોળ, બદામ અને આખા અનાજનો સમાવેશ થતો નથી.
200 ગ્રામ ફળોની જગ્યાએ 35.8 ગ્રામ ફળોનું જ સેવન
તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર, વ્યક્તિના સ્વસ્થ આહારની કિંમત તેની આવકના 63 ટકાથી વધુ છે, તેથી લોકો સ્વસ્થ આહાર લઈ શકતા નથી. ભારતમાં, 20 વર્ષ અને તેથી વધુ વયના યુવાનોને દરરોજ લગભગ 200 ગ્રામ ફળોની જરૂર હોય છે, પરંતુ તેઓ ફક્ત 35.8 ગ્રામ જ ફળોનું સેવન કરી શકે છે. જ્યારે દરરોજ ઓછામાં ઓછા 300 ગ્રામ લીલા શાકભાજીની સરખામણીએ માત્ર 168.7 ગ્રામ ફળો જ ખાઈ શકે છે.
CFPI ફુગાવામાં છેલ્લા એક વર્ષમાં 327 ટકાનો વધારો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો હેલ્ધી ડાયટ નથી લઈ શકતા તેઓએ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. રિપોર્ટમાં ખાદ્ય ચીજોના ભાવોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) ફુગાવામાં છેલ્લા એક વર્ષમાં 327 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) માં 84 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Tags Indian healthy diet