ગલવાન અથડામણમાં ચીનની સેનાના 60થી વધુ જવાન માર્યા ગયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકન છાપા ન્યૂઝ વીકે તેના આર્ટિકલમાં ગલવાન અંગે ચોંકાવનારી વાતો લખી છે. આ આર્ટિકલ પ્રમાણે, 15 જૂને ગલવાનમાં થયેલી અથડામણમાં ચીનના 60થી વધુ સૈનિક માર્યા ગયા હતા. દુર્ભાગ્યથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ ભારતીય વિસ્તારમાં આક્રમક મુવના આર્કિટેક્ટ હતા, પરંતુ તેમની પીપલ્સ લિબરેશન આર્મી આમાં નિષ્ફળ નીવડી હતી. પીએલએ પાસે આવી અપેક્ષા નહોતી કરવામાં આવી.

આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સરહદ પર ચીનની સેનાની નિષ્ફળતાનાં પરિણામ સામે આવશે. ચીની આર્મીએ શરૂઆતમાં શી જિનપિંગને આ નિષ્ફળતા પછી સેનામાં વિરોધીઓને બહાર કરવા અને વફાદારોની ભરતી કરવાની વાત કહી હતી. સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ પર સંકટનાં વાદળો ઘેરાશે. સૌથી મોટી વાત તો એ છે કે નિષ્ફળતાને કારણે ચીનના આક્રમક શાસક જિનપિંગ જે પાર્ટીના સેન્ટ્રલ મિલેટ્રી કમિશનના અધ્યક્ષ પણ છે અને PLAના લીડર પણ, તે ભારતના જવાનો વિરુદ્ધ વધુ એક આક્રમક પગલું ઉઠાવવા માટે ઉત્તેજિત થશે.

મે મહિનાની શરૂઆતમાં જ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલના દક્ષિણમાં ચીનની સેના આગળ વધી હતી. અહીં લદાખમાં ત્રણ અલગ અલગ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ટેમ્પરરી બોર્ડર છે. સરહદ નક્કી છે અને PLA ભારતની સરહદમાં ઘૂસતી રહે છે. ખાસ કરીને 2012માં શી જિનપિંગના પાર્ટી જનરલ સેક્રેટરી બન્યા પછી.

મે મહિનામાં થયેલી ઘૂસણખોરીએ ભારતને ચોંકાવી દીધું હતું. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીના ક્લિઓ પાસ્કલે જણાવ્યું હતું કે મે મહિનામાં રશિયાએ ભારતને એવું જણાવ્યું હતું કે તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં ચીનનો સતત યુદ્ધાઅભ્યાસ કોઈ વિસ્તારમાં સંતાઈને આગળ વધવાની તૈયારી નથી, પરંતુ 15 જૂને ચીને ગલવાનમાં ભારતને ચોંકાવી દીધું હતું. આ એક જાણીજોઈને કરવામાં આવેલું કાવતરું હતું અને ચીનના સૈનિકો સાથે અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા.

ગલવાનમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં બન્ને દેશમાં 40 વર્ષ પછી પહેલી ખતરનાક અથડામણ થઈ હતી. વિવાદિત વિસ્તારમાં ઘૂસવું એ ચીનની જૂની આદત છે. બીજી બાજુ, 1962ની હારથી લકવાગ્રસ્ત થઈ ચૂકેલી ભારતીય લીડરશિપ અને જવાન સુરક્ષાત્મક રહે છે, પરંતુ ગલવાનમાં આવું નહોતું થયું. અહીં ચીનના ઓછામાં ઓછા 43 સૈનિકોનાં મોત થયાં હતાં. પાસ્કલે જણાવ્યું હતું કે આ આંકડો 60ની પાર થઈ શકે છે. ભારતીય જવાન બહાદુરીથી લડ્યા અને ચીન પોતાને થયેલા નુકસાનને નહીં દેખાડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.