તાઈવાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ : તાઈપેઈમાં ઈમારતો હચમચી, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી
તાઈવાનના પૂર્વીય શહેર હુઆલીનથી 34 કિમી (21 માઈલ) દૂર શુક્રવારે (16 ઓગસ્ટ) ના રોજ 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 9.7 કિલોમીટર નીચે હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ ટાપુ પર એક દિવસમાં આ બીજો મોટો ભૂકંપ છે. ગુરુવારે (15 ઓગસ્ટ) ઉત્તરપૂર્વીય તાઈવાનમાં 5.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી.
3 એપ્રિલે તાઈવાનના હુઆલીનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. તેનું કેન્દ્ર પૃથ્વીથી 34 કિલોમીટર નીચે હતું. આ પછી 22 એપ્રિલે તાઈવાનમાં વધુ એક ભૂકંપ આવ્યો હતો. દેશના પૂર્વ કિનારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે 80થી વધુ આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી વધુ 6.3 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી.