ત્રિપુરામાં HIV સંક્રમણથી 47 વિદ્યાર્થીઓના મોત, 828 પોઝિટિવ; ઈન્જેક્શન દ્વારા દવાઓ લીધી

ગુજરાત
ગુજરાત

ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રિપુરામાં ઓછામાં ઓછા ચાલીસ વિદ્યાર્થીઓ એચઆઇવીથી મૃત્યુ પામ્યા હતા અને 828 એચઆઇવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. TSACSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે અત્યાર સુધીમાં 828 વિદ્યાર્થીઓ નોંધ્યા છે જેઓ HIV પોઝિટિવ છે. તેમાંથી 572 વિદ્યાર્થીઓ હજુ પણ જીવિત છે. ખતરનાક ચેપને કારણે અમે 47 વિધાર્થીઓ ગુમાવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ત્રિપુરાની બહાર પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા છે.

ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ નશીલી દવાનું ઇન્જેક્શન લે છે. TSACSના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, એટલું જ નહીં, તાજેતરના ડેટા દર્શાવે છે કે દરરોજ HIVના લગભગ પાંચથી સાત નવા કેસ નોંધાઈ રહ્યા છે.

ત્રિપુરા જર્નાલિસ્ટ યુનિયન, વેબ મીડિયા ફોરમ અને TSACS દ્વારા સંયુક્ત રીતે આયોજિત મીડિયા વર્કશોપને સંબોધતા, TSACS સંયુક્ત નિયામક ત્રિપુરામાં એચઆઇવીના પ્રસાર અંગેના આંકડા રજૂ કર્યા હતા.

જોઈન્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓની ઓળખ કરવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ ડ્રગ્સના વ્યસની જોવા મળ્યા છે. અમે સમગ્ર રાજ્યમાં કુલ 164 આરોગ્ય સુવિધાઓમાંથી ડેટા એકત્રિત કર્યો છે. રિપોર્ટ તૈયાર કરતા પહેલા તમામ બ્લોક અને સબડિવિઝનમાંથી ડેટા લેવામાં આવ્યો છે.

રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા પર, એક વરિષ્ઠ TSACS અધિકારીએ જણાવ્યું હતું કે, મે 2024 સુધીમાં, અમે ART (એન્ટિરેટ્રોવાયરલ થેરાપી) કેન્દ્રોમાં 8,729 લોકોની નોંધણી કરી છે. HIV થી પીડિત લોકોની કુલ સંખ્યા 5,674 છે. તેમાંથી 4,570 પુરુષો છે, જ્યારે 1,103 મહિલાઓ છે. માત્ર એક દર્દી ટ્રાન્સજેન્ડર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.