ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં રેલવે ફૂડ ખાધા બાદ 40 લોકો પડ્યા બીમાર
- રેલવે ફૂડ ખાધા બાદ 40 લોકો બીમાર
- મુસાફરોની હાલત સ્થિર
ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં રેલવે ફૂડ ખાધા બાદ 40 લોકો બીમાર પડ્યા હતા. મળતી માહિતી મુજબ, રેલવે દ્વારા અપાયેલું ભોજન ખાધા બાદ લગભગ 40 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. તમામ મુસાફરોને પુણેની સુસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મોડી રાત્રે ટ્રેન પુણે રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તમામ બીમાર મુસાફરોને રેલવે સ્ટેશન પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેને પુણેની સુસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તમામ મુસાફરોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.