જમીન વિવાદ મામલે રાજસ્થાનમાં એક જ પરિવારના 4 લોકોને ગાડીથી કચડી નાખ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગેંગવોરમાં ધોળા દિવસે ગેંગસ્ટર સંદીપ શેટ્ટીની હત્યાના બે દિવસ બાદ નાગૌર જિલ્લામાં વધુ એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. બુધવારે સાંજે નાગૌર જિલ્લાના ખિંવસાર વિસ્તારના કુડચી ગામમાં જમીન વિવાદને લઈને એક જ પરિવારના 4 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધમાં છે. પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી મળ્યો. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ખિંવસાર વિસ્તારમાં કુડછી-ઈસરનાવડા સડક માર્ગ પર બુધવારે સાંજે લગભગ 7:00 વાગ્યે બની હતી. ત્યાં જૂની અદાવતના કારણે કેટલાક લોકોએ ખેતરના પાળા પર કામ કરતી મહિલાઓ અને પુરૂષોને વાહન ચલાવીને કચડી નાખ્યા હતા. પરિજનો ઘાયલોને ખિંવસાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ બેને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા બેને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલો પૈકી એકનું જોધપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.