અમેરિકાની સરકાર પર 31.46 ટ્રિલયન ડોલરનુ દેવુ જોવા મળ્યુ
અમેરિકા પોતે દેવાના ડુંગર નીચે દબાયેલુ છે ત્યારે તેના અણસાર અમેરિકાના ટ્રેઝરી ચીફ જેનેટ યેલેને આપ્યા છે.જે અંગે જેનેટનુ કહેવુ છે કે અમેરિકાની સરકાર જો 31.46 ટ્રિલિયન ડોલરનુ દેવુ ચુકવવામાં નિષ્ફળ જશે તો વિશ્વમા આર્થિક સંકટ પેદા થશે.તેમણે કોંગ્રેસને અપીલ કરી હતી કે,આ દેવુ ચુકવવાની સમય મર્યાદા વધારવામાં આવે.જેથી એક અભૂતપૂર્વ ડિફોલ્ટને ટાળી શકાય તેમ છે.જેનેટ યેલેને સાત દેશોના ગ્રુપ જી-7 ભારત,ઈન્ડોનેશિયા,જાપાન અને બ્રાઝિલના નાણામંત્રીઓ સાથેની બેઠક પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વોર્નિંગ આપતા કહ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાની મહામારીના કારણે જે નુકસાન થયુ હતુ તેમાંથી બહાર આવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને ફટકો ન પડે તે માટે અમેરિકન સરકાર ડિફોલ્ટ ન થાય તે જરૂરી છે.ત્યારે જો આવુ થયુ તો વૈશ્વિક મંદીને ઉત્તેજન મળશે તેમજ અમેરિકન સરકારના ક્રેડિટ રેટિંગમાં પણ ઘટાડો થશે.