કાલથી ર૦૦ ટ્રેન દેશભરમાં દોડવા લાગશે ત્યારે નવા નિયમો પણ જાણવા જરૂરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ૧ જૂન એટલે કે સોમવારથી ૨૦૦ નવી ટ્રેન ચલાવી રહ્યું છે. આ ટ્રેનો વર્તમાનમાં ચાલી રહેલી ૧૬ જોડી શ્રમિક સ્પેશિયલ ટ્રેન અને એસી સ્પેશિયલ ટ્રેનોથી અલગ હશે. મહત્વનું છે કે આ ટ્રેનોમાં યાત્રા માટે ૨૧ મેથી જ ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનો માટે યાત્રી હવે ૧૨૦ દિવસ એટલે કે ૪ મહિના પહેલા પણ રિઝર્વેશન કરાવી શકે છે.

પરંતુ ૧ જૂનથી ચાલનારી આ ટ્રેનોમાં સફરને લઈને રેલવેએ યાત્રિકો માટે કેટલિક ગાઇડલાઇન અને નિયમ નક્કી કર્યાં છે, જેનું પાલન કરવું ફરજીયાત છે. રેલવે તરફથી જારી નિયમ અને દિશા-નિર્દેશ પહેલાથી ચાલી રહેલી ૧૫ જોડી એટલે કે ૩૦ એસી સ્પેશિયલ ટ્રેનોમાં પણ લાગૂ રહેશે

રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ૨૦૦ ટ્રેનો માટે સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ સિવાય રેલવે સ્ટેશનના કાઉન્ટર, પોસ્ટ ઓફિસ, યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્ર, સત્તાવાર એજન્ટ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ અને કોમન સર્વિસ સેન્ટરથી પણ ટિકિટ બુક કરાવી શકે છે.

રેલવેએ બધી વિશેષ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (છઇઁ)ને ૩૦ દિવસથી વધારીને ૧૨૦ દિવસ કરી દીધો છે. તેમાં ૧૨ મેથી રાજધાની ટ્રેનના માર્ચ પર સંચાલિત ૧૫ જોડી ટ્રેન અને એક જૂનથી ચાલનારી ૧૦૦ જોડી નવી ટ્રેન સામેલ છે. એટલે કે યાત્રી આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ યાત્રાના ૧૨૦ દિવસ પહેલા કરાવી શકશે. આ સાથે યાત્રી અકિલા ૧ જૂનથી યાત્રા માટે તત્કાલ ટિકિટ અને કરન્ટ બુકિંગ જેવી સુવિધાનો લાભ ઉઠાવી શકશે.

યાત્રા દરમિયાન કોઈપણ યાત્રીને કોઈ અનરિઝર્વ (યૂટીએસ) ટિકિટ જારી કરવામાં આવશે નહીં અને ન કોઈ અન્ય ટિકિટ જારી કરવામાં અકીલા આવશે. ટિકિટ ચેક કરનાર અધિકારીને યાત્રા દરમિયાન ટિકિટ આપવાનો અધિકાર રહેશે નહીં.

આરએસી અને વેઇટિંગ ટિકિટ હાલના નિયમો પ્રમાણે હશે, પરંતુ વેઇટિંગ ટિકિટ ધરાવનાર યાત્રીને ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહત્વનું છે કે વર્તમાન નિયમો પ્રમાણે એસી ૧માં ૨૦, એસી ૨માં ૫૦, એસી ૩માં ૧૦૦ અને સ્લીપર કોચમાં ૨૦૦ વેઇટિંગ ટિકિટ બુક કરી શકાય છે.

પહેલા ચાર્ટને ટ્રેન ચાલવાના સમયથી ઓછામાં ઓછી ૪ કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો ચાર્જ નિર્ધારિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા ૨ કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. અત્યારે બીજો ચાર્ટ ૩૦ મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો. પ્રથમ અને બીજા ચાર્ટની તૈયારી વચ્ચે માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગની મંજૂરી હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.