હરિયાણાના ભિવાનીમાં પર્વત ધસી પડ્યતા 20 થી 25 લોકો દટાયા, ત્રણના મૃતિયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાહત અને બચાવ કાર્ય ચાલુ

હરિયાણાના ભિવાનીના ખાણ વિસ્તાર ડાડમમાં શનિવારે એક પર્વત ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 20-25 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખાણકામમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયાં છે.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Incident of a landslide in a mining quarry took place in Haryana&#39;s Bhiwani <a href=”https://t.co/d7d382RxrC”>pic.twitter.com/d7d382RxrC</a></p>&mdash; ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/1477182288282599424?ref_src=twsrc%5Etfw”>January 1, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

મૃત્યુ પામેલા મજુરો છત્તીસગઢ અને રાજસ્થાનનાં છે. કાટમાળમાં કુલ કેટલાં લોકો દટાયા છે, તે બાબતની હજી સુઘી જાણકારી મળી શકી નથી. પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના સર્જાઈ, એ બાબતે હાલમાં જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

દુર્ઘટનાની જાણકારી મળતાં જ હરિયાણાનાં કૃષી મંત્રી જે.પી. દલાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતુ કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે, પણ હજી સુઘી મોતનો સ્પષ્ટ આંકડો જાણી શકાતો નથી. જો કે, ડોકટરાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.