કેનેડાના ક્યૂબેકમા માછલી પકડવા ગયેલા 11 લોકો હાઈટાઈડમાં ફસાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેનેડાના ક્યૂબેકમાં વર્તમાનમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે.જયા શનિવારે કેટલાક બાળકો માછલી પકડવા માટે નદીમાં ગયા હતા,તે દરમિયાન નદીમાં હાઈ ટાઈડ આવતા ત્યાં બાળકો તેની લપેટમાં આવી ગયા હતા જેમાં ચાર બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.ઉત્તર તટ પર નદીકિનારે આવેલા પોર્ટનેફ સુરમેરમાં દુર્ઘટનાની માહિતી મળતા ઇમરજન્સી સેવાઓ અંગે જાણ કરાઈ હતી.જેમાં માછલી પકડતી વખતે હાઈ ટાઈડ આવવાને કારણે લગભગ 11 લોકો ગુમ થયા હતા.તે 11 માંથી 6 ને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 5 લોકોની રાતભર કોઈ ભાળ મળી નહોતી.આમ સવારે 6 વાગ્યાની આસપાસ 10 વર્ષથી વધુ ઉંમરના 4 બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.