મલાડના માલવાની વિસ્તારમાં 4 માળની ઈમારત પડતાં 11નાં મોત,

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 48

બુધવારે સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદ પછી મુંબઈના મલાડ-વેસ્ટમાં આવેલા માલવાની વિસ્તારમાં એક ચાર માળની ઈમારત રાત્રે 11.10 કલાકે ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના પછી કાટમાળમાંથી 18 લોકોને કાઢવામાં આવ્યા હતા, એમાંથી 11નાં મૃત્યુ થયાં છે, બાકી 7 લોકોની બીડીબીએનગર જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાના સમયે ઈમારતમાં ત્રણ પરિવાર જ રહેતા હતા, એમાં કેટલાંક બાળકો પણ સામેલ છે. ઘટના પછી ફાયરબ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ગીચ વસતિ હોવાને કારણે ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો ખૂબ સાંકળો છે. એવામાં રેસ્ક્યૂમાં મુશ્કેલી થઈ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને JCBને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી

મુંબઈમાં આજે પણ વરસાદનું રેડ અલર્ટ
મુંબઈ અનેે એની આસપાસના વિસ્તારોમાં બુધવારે લગભગ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ થયો હતો. એને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. પશ્ચિમ ઉપનગર સાંતાક્રુઝમાં બુધવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી, એટલે કે છ કલાકમાં 164.8 મિલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગનું આજે પણ વરસાદનું રેડ અલર્ટ છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું બુધવારે મુંબઈમાં આગમન થયું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું બુધવારે મુંબઈમાં આગમન થયું હતું. ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે 9થી 10 જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે પણ આ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. IMD મુંબઈએ બુધવારે કહ્યું હતું કે સેટેલાઈટ ઓબ્ઝર્વેશન પ્રમાણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 3-4 કલાક દરમિયાન 2-3 સે.મી. પ્રતિ કલાક પ્રમાણે વરસાદ થવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.