દિલ્હી એરપોર્ટ પર છત તૂટી પડતા 1 નું મોત, અનેક ઘાયલ

ગુજરાત
ગુજરાત

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-1 પર છત તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે કેટલાય ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટના ટર્મિનલ-1 પર સવારે લગભગ 5.30 વાગ્યે છત તૂટી પડવાની માહિતી મળી હતી. ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

વળતરની ઘોષણા

આ દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એરપોર્ટ પર જઈને અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને 20 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સરકાર ઘાયલોને 3 લાખ રૂપિયાની સહાય આપશે. મંત્રીએ એમ પણ જણાવ્યું કે જે ભાગ તૂટી પડ્યો તે 2009માં બનાવવામાં આવ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ વન પર થયેલા અકસ્માતની તપાસ માટે એક ટીમની રચના કરી છે. આ ટીમ અકસ્માતની તપાસ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માત પર નજર રાખી રહ્યા છે. છત ધરાશાયી થવાને કારણે કેટલીક કારોને પણ નુકસાન થયું છે. જે વીડિયો સામે આવ્યો છે તેને જોતા લાગે છે કે છત પડી જવાને કારણે કાર સપાટ થઈ ગઈ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.