ભારતના સૌથી શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-૩૦નું સફળ લોન્ચિંગ; હવે જ્યાં નેટવર્ક નથી, ત્યાં પણ સિગ્નલ પકડાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈસરોનો સંચાર ઉપગ્રહ જીસેટ-૩૦ સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. જેને શુક્રવાર સવારે ૨.૩૫ વાગ્યે ફ્રેન્ચ ગુઆનાના કૌરુ ખાતે આવેલા સ્પેસ સેન્ટર યૂરોપિયન એરિયન ૫-વીટી ૨૫૨થી લોન્ચ કરાયો હતો. લોન્ચિંગની લગભગ ૩૮ મિનિટ ૨૫ સેકન્ડ બાદ સેટેલાઈટ કક્ષામાં સ્થાપિત થઈ ગયું હતું. ૩૩૫૭ કિલો વજન વાળો આ સેટેલાઈટ દેશની કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પરિવર્તન લાવશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, ૩૩૫૭ કિલોનો વજન વાળો સેટેલાઈટ ૧૫ વર્ષ સુધી કામ કરશે. ઈસરોના યૂઆર રાવ સેટેલાઈટ સેન્ટરના નિયામક પી કુન્હીકૃષ્ણને આ અવસરે કહ્યું કે, ‘૨૦૨૦ની શરૂઆત એક ભવ્ય લોન્ચિગ સાથે થઈ હતી. ઈસરોએ ૨૦૨૦નું મિશન કેલેન્ડર જીસેટ-૩૦નું સફળ પ્રક્ષેપણ સાથે કર્યુ છે. ખાસ વાત એ છે કે જેને એરિયન ૫ રોકેટથી લોન્ચ કરાયું, તેનો પહેલી વખત ૨૦૧૯માં ઉપયોગ કર્યો હતો, ત્યારે પણ રોકેટનો ઉપયોગ ભારતીય સેટેલાઈટને લોન્ચ કરવા માટે થયો હતો’ ઈન્ટરનેટ સ્પીડ વધશે DTH સેવાઓમાં સુધારો આવશે જેના લોન્ચ થયા બાદ દેશની કોમ્યુનિકેશન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે. સાથે જ દેશમાં જ્યાં નેટવર્ક નથી, ત્યાં પણ હવે સિગ્નલ પકડાશે. આ ઉપરાંચ સેવાઓમાં પણ પરિવર્તન આવશે. આ એક ટેલિકોમ સેટેલાઈટ છે.જે ઈનસેટ સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. જેમાં બે સોલર પેનલ અને બેટરી લાગેલી છે, જેનાંથી તેને ઉર્જા મળશે. આની જરૂર કેમ પડી? જુના કોમ્યુનિકેશન સેટેલાઈટ ઈનસેટનું સમયમર્યાદા પુરી થઈ ગઈ છે. દેશમાં ઈન્ટરનેટની નવી ટેકનીક આવી રહી છે. ૫જી પર કામ ચાલી રહ્યું છે. એવામાં વધારે શક્તિશાળી સેટેલાઈટની જરૂર હતી. જીસેટ-૩૦ ઉપગ્રહ આની જરૂરિયાતોને પુરી કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.