દેશના ૫૩૧ જિલ્લામાં કોરોનાની ટેસ્ટિંગ લેબ જ નથી; મહારાષ્ટ્રના ૩૬માંથી ૨૦ અને ગુજરાતના ૩૩માંથી ૨૫ જિલ્લામાં લેબ નથી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી :  દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧.૫ લાખની નજીક પહોંચી ગઈ છે. મોતનો આંકડો પણ ૪ હજારની પાર પહોંચી ગયો છે. કેસ વધવાનું એક કારણ ટેસ્ટિંગમાં વધારો કરવાનું પણ છે. ગત એક સપ્તાહથી દરરોજ લગભગ ૧ લાખ ટેસ્ટ કરાઈ રહ્યા છે. અને ૨૬ મે સુધી ૩૧.૨૬ લાખથી વધારે ટેસ્ટ થઈ ચુક્યા છે.  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે ગત દિવસોમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હવે ટેસ્ટિંગ પર જ ભાર આપવામાં આવી રહ્યો છે.

દેશમાં કેટલી લેબ આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે, ૨૬ મે સુધી દેશમાં આરટી-પીસીઆર માટે ૪૫૩ લેબ છે. જેમાંથી ૩૦૪ સરકારી અને ૧૪૯ ખાનગી લેબ છે. આરટી-પીસીઆર સિવાય ટ્રૂનેટ ટેસ્ટ માટે ૧૦૫ અને સીબીએનએએટી માટે ૫૪ લેબ છે. જો કે કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટ જ સૌથી વધારે જરૂરી છે. પરંતુ હાલ પણ દેશના ૫૩૧ જિલ્લામાં કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટિંગ લેબ જ નથી. દેશમાં ૩૭ રાજ્યોમાં ૭૩૩ જિલ્લા છે. અમારી પાસે ૭૧૭ જિલ્લાનો ડેટા છે. જેમાંથી ૧૮૬ જિલ્લા જ એવા છે, જેમાં ટેસ્ટિંગ લેબ છે. ઘણા જિલ્લામાંથી એકથી વધુ ટેસ્ટિંગ લેબ પણ છે. જેમ કે મુંબઈમાં જ આરટી-પીસીઆર માટે ૯ ટેસ્ટિંગ લેબ છે.

૪૨૭ જિલ્લામાં ઓછામાં ઓછા એક દર્દી, પરંતુ અહીંયા ટેસ્ટિંગ લેબ નથી ૭૧૭ જિલ્લામાંથી ૪૨૭ જિલ્લા એવા છે જ્યાં ઓછોમાં ઓછા એક જ કોરોના સંક્રમિત છે. તેમ છતા પણ અહીંયા એક પણ ટેસ્ટિંગ લેબ નથી. જેનો અર્થ તો એ જ થયો કે જો આ જિલ્લામાં કોરોના સંક્રમિત મળે પણ છે, તો તેનો ટેસ્ટ રિપોર્ટ આવવામાં જ ટાઈમ લાગી જશે. કારણ કે તેમને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ અન્ય જિલ્લામાં મોકલવું પડે છે.સાથે જ ૧૦૪ જિલ્લા એવા પણ છે જ્યાં કોરોનાનો એક પણ દર્દી નથી અને એક પણ ટેસ્ટિંગ લેબ નથી.

સૌથી વધુ અસરગ્રસ્ત ૧૦ રાજ્યઃ તમિલનાડુના ૩૨માંથી ૨૮ જિલ્લામાં લેબ કોરોનાની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર પર થઈ છે. અહીંયા ૨૬ મે સુધી ૫૨ હજાર ૬૬૭ દર્દીઓ સામે આવ્યા છે. અહીંયાના ૩૬માંથી ૧૬ જિલ્લામાં આરટી-પીસીઆર માટે ટેસ્ટિંગ લેબ છે. જ્યારે કુલ ૬૨ ટેસ્ટિંગ લેબ છે. કોરોના દર્દીઓની સંખ્યાના કેસમાં બીજા નંબરે તમિલનાડુ છે. અહીંયા ૧૭ હજાર ૮૨ કેસ આવી ચુક્યા છે. તમિલનાડુ દેશનું એક માત્ર એવું રાજ્ય છે જ્યાં ૩૨ માંથી ૨૮ જિલ્લાઓ એટલે કે ૮૭.૫ ટકા જિલ્લામાં ટેસ્ટિંગ લેબ છે. સૌથી વધારે ટેસ્ટિંગ લેબના કેસમાં પણ તમિલનાડુ પહેલા નંબરે છે. અહીંયા ૨૮ જિલ્લ્માં ૬૫ લેબ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.