દિલ્હી હિંસા : ત્રણ દિવસની સુસ્તી બાદ ચોથા દિવસે પોલીસ જાગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર-પૂર્વ દિલ્હીઃ તારીખ ૨૬ ફેબ્રુઆરી બુધવારે દિલ્હીમાં હિંસાનો ચોથો દિવસ હતો. જે પહેલા ત્રણ દિવસો કરતા એકદમ અલગ હતો. પહેલા કરતા સુરક્ષાબળોની કાર્યવાહી હવે વધી ગઈ છે. દિલ્હી સરકારથી માંડી કેન્દ્ર સરકાર સુધી પહેલી વખત હિંસા અટકાવવા અને શિકાર થયેલા લોકોને રાહત પહોંચાડવાનો ગંભીર પ્રયાસ કરતા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકાર અજીત ડોભાલ પણ હિંસાના સંકજામાં આવેલા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. તો બીજી બાજુ હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટમાં પણ કેસની સુનાવણી ચાલી રહી છે. દિલ્હી પોલીસને જવાબદારીનો અહેસાસ અપાવવામાં આવી રહ્યો છે. આ બધાની સાથે પહેલી વખત વડાપ્રધાને પણ ટ્વીટ કરી લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
 
આ હરકતોની અસર હવે ઘટનાસ્થળે જોઈ શકાય છે. ગઈ કાલ સુધી જ્યાં હુલ્લડો ઠેર ઠેર હિંસા ઉશ્કેરવાના પ્રયાસો થઈ રહ્યાં હતા, ત્યાં હવે રસ્તાઓ પર તુલનાત્મક રીતે શાંતિ છે. રાહત કાર્ય પણ કરવામાં આવી રહ્યા છે. ફાયરટીમની ગાડીઓ સવારથી જ એ ઈમારતોમાં આગ હોલવતી જોવા મળી રહી છે જ્યાં આગ લગાડવામાં આવી હતી. સુરક્ષાબળોના જવાન હિંસાગ્રસ્ત વિસ્તારોમાં માર્ચ કરી રહ્યા છે. આવી હરકત જો થોડા દિવસ પહેલા કરી હોત તો ઘણા લોકોના જીવ બચી ગયા હોત, સેંકડો લોકો ઘાયલ થવાથી બચી ગયા હોત અને ખાસ્સા એવા પરિવારોને પોતાનું ઘર છોડવા પર મજબૂર થવાથી બચાવી શકાયા હોત.
 
હિંસા થોભવી સારા સમાચાર છે, પણ ઘણા ત્રાસદાયક સમાચારો પણ છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના કોન્સ્ટેબલ અંકિત શર્માની લાશ ચાંદબાગના નાળામાંથી મળી આવવી એ એક ત્રાસદાયક સમાચાર હતા. અંકિતના પિતાનું કહેવું હતું કે હુલ્લડખોર ભીડે ક્રુરતાથી તેમના દીકરાની હત્યા કરીને લાશને નાળામાં ફેંકી દીધી હતી. આવા જ એક ભયાનક સમાચાર શિવ વિહાર ચોકથી પણ મળી આવ્યા છે, જ્યાં અનિલ સ્વીટ્સ નામની દુકાનની સળગતી ઈમારતના બીજા માળેથી એક અડધી સળગેલી લાશ મળી આવી છે. છેલ્લા ત્રણ દિવસોથી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાનું જે તાંડવ થઈ રહ્યું, તેમાં દબાયેલી આવી જ ઘણી ત્રાસદાયક ઘટનાઓ હવે ધીમે ધીમે સામે આવી રહી છે. આવી જ ત્રાસદાયક ઘટનાઓનો ભોગ ખજૂરીના પરિવોરોને પણ બન્યા છે, જેમણે પોતાના ઘર છોડીને હિજરત કરવા માટે મજબૂર થવું પડ્યું છે.
 
ગત સાંજે અહીંયાથી ઘણા ઘરોને તેમની ધાર્મિક ઓળખના કારણે નિશાન બનાવાયા છે અને તેમાં આગ લગાડવામાં આવી હતી. જેના કારણે ઘણા પરિવારોએ અહીંયાથી હિજરત કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. બપોરે જ્યારે સુરક્ષાબળો અહીંયા ફ્લેગ માર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમના સંરક્ષણમાં આ પરિવારોની મહિલાઓ તેમના ખાક થઈ ચુકેલા ઘરોમાં તેમના કિંમતી અને જરૂરી સામાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. કરાવલ નગર રોડ પર ખુલતી શેરીઓની બહાર લોકો ઊભેલા છે, પણ તેઓ ન તો તેઓ ગત દિવસોની જેમ હથિયાર લહેરાવી રહ્યા છે અને ન તો મેઈન રોડ પર ભેગા થઈને હિંસા ઉશ્કેરવાની સંભાવના બનાવી રહ્યા છે. પોલીસ બળ પણ એટલું કાર્યરત થઈ ગયું છે કે તે પત્રકારોને જગ્યા જગ્યાએ રોકીને તેમને કર્ફ્યૂ પાસે બતાડવા માટે કહી રહ્યું છે.
 
આ રસપ્રદ વિરોધાભાસ છે કે દિલ્હી પોલીસે પત્રકારોને ત્યારે ન અટકાવી, જ્યારે તે પોતાની જવાબદારીથી ભાગી રહી હતી અને હવે રોકીને પોતાની કામગીરી બતાવવા માટે કહી રહી છે. આનાથી પણ મોટો વિરોધાભાસ દિલ્હી પોલીસના નિવેદનમાં દેખાય છે. પોલીસે આજે કહ્યું કે, તે સીસીટીવી ફુટેજ ખંખેરીને હુલ્લડખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે. જો આવુ સાચ્ચે જ થશે તો સૌથી વધારે કેસ દિલ્હી પોલીસ પર જ નોંધાશે. જે સતત હિંસક ભીડ સાથે ખભાથી ખભા મળાવીને ઊભી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.