ખતરો : ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૬૧૪૧ પોઝિટિવ કેસ, ૧૪૦ના મોત

રાષ્ટ્રીય
CORONA
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનો પહેલો કેસ આવ્યાં બાદ અત્યારસુધીમાં સૌથી વધુ ૬૧૪૧ પોઝીટીવ કેસો છેલ્લાં ૨૪ કલાક નોંધાયા છે. અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧૪૦ લોકો કોરોના સંક્રમણને કારણે નિધન પામ્યા હતા. અત્યારસુધી ૫ હજાર કેસો સૌથી વધારે બહાર આવ્યાં હતા પરંતુ તે રેકોર્ડ તૂટતો હોય તેમ હવે ૬૧૪૧ કેસો બહાર આવતા તંત્રમાં ચિંતાની લાગણી સર્જાઇ હતી. કેમ કે લોકડાઉન-૪માં વધુ છૂટછાટો આપવામાં આવી રહી છે અને વધુમાં વધુ લોકો ઘરની બહાર નિકળી રહ્યાં હોઇ કોરોનોનો ચેપ વધવાની શક્્યતા વચ્ચે ૬ હજાર કરતાં વધારે કેસો વહીવટીતંત્ર માટે ખરેખર ચિંતાજનક કહી શકાય, એમ સૂત્રોએ કÌšં હતું. છેલ્લાં ૫-૬ દિવસથી આંકડા જાઇએ તો ૪-૫ હજારની વચ્ચે આવી રહ્યાં હતા પણ હવે તો આ આંકડો ૬ હજારને વટાવી ગયો છે ત્યારે કેસો હજુ વધી શકે એવો પણ એક મત વ્યક્ત થઇ રહ્યો છે. જાકે રાહતની વાત એ છે કે ૪૨,૨૯૮ લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ સુધરીને ૩૯.૬૨ ટકાએ પહોંચ્યો છે.
દેશભરમાં અત્યાર સુધી કોરોનાથી ૧,૦૬,૪૭૫ લોકો સંક્રમિત થયા છે અને ૩,૩૦૨ લોકોના મોત થયા છે. સાથે જ સારવાર બાદ ૪૨,૩૦૯ દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે ૩૭,૧૩૬ સંક્રમિતો મહારાષ્ટÙમાં છે અહીંયા ૯,૬૩૯ દર્દીઓ સાજા થયા છે. તમિલનાડું ૧૨,૪૪૮ સંક્રમિતો સાથે બીજા નંબરે છે. જ્યાં ૪,૮૯૫ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં દર્દીઓનો આંકડો ૧૨,૧૪૧ થયો છે અને ૫,૦૪૩ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
મંગળવારે સંક્રમણના ૬૧૪૧ કેસ સામે આવ્યા તો ૩૦૩૦ સાજા પણ થયા હતા. આ સંખ્યા એક દિવસમાં સૌથી વધારે છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે ૫૦૪૯ દર્દી ૧૭ મેના રોજ મળ્યા હતા. ૨૦ મેના રોજ માત્ર મહારાષ્ટÙમાં ૨૦૭૮ દર્દી વધ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.