કોરોના વાઈરસ : દેશમાં કોરોનાવાઈરસના કારણે ચોથું મોત, પંજાબમાં એક દર્દીએ જીવ ગુમાવ્યો, અત્યાર સુધીમાં ૧૭૭ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 
 
દેશમાં કોરોનાવાઈરસના કારણે આજે પંજાબમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કોરોનાવાઈરસના વધતા પ્રકોપને જોતા ICSE  બોર્ડે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ટાળી છે. આ પહેલા કેન્દ્ર સરકારે CBSEને તેના દ્વારા લેવાતી પરીક્ષાઓ ટાળવા માટે કહ્યું છે. દેશમાં ગુરુવારે કોરોનાવાઈરસ સંક્રમિતોની સંખ્યા ૧૭૭ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ૫, ચંદીગઢ અને છત્તીસગઢમાં ૧-૧ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ચંદીગઢમાં ૨૩ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફરી છે. JEEની  મુખ્ય પરીક્ષાની નવી તારીખ પણ ૩૧ માર્ચે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જાહેર કરવામાં આવશે. મુંબઈમાં ડબ્બાળાએ પણ પોતાની સેવાઓ બંધ કરી છે. અહીં રોજ ૫૦૦૦થી વધુ ડબ્બાવાળા ૬૦ કિલોમીટરના અંતરમાં બે લાખ લોકો સુધી ઘરનું ખાવાનું પહોંચાડે છે. ડબ્બાવાળા એસોસિએશને જણાવ્યું કે જો સ્થિતિ સારી રહી તો એક એપ્રિલથી સેવાઓ શરૂ કરવામાં આવશે. ઈન્ડિગોએ તેના કર્મચારીઓના વેતનમાં કાપ મૂક્યો છે. મુસાફરો ઘટવાને પગલે એરલાઈનને નુકસાન થઈ રહ્યું છે.
 
 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(RIL) સમગ્ર દેશમાં સતત વધી રહેલા કોરોનાવાઈરસના કેસના પગલે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી કોરોનાવાઈરસના પગલે તેમના કર્મચારીઓ અને બિઝનેસનું સતત ફોલોઅપ લેતા રહેશે. તેઓ આ માટે દર ત્રણ દિવસે આ માટે મિંટિગ પણ કરશે. નેવી મુબઈ સ્થિતિ રિલાયન્સ કોર્પોરેટ અને તેના જામનગર સ્થિત પેટ્રોકેમ કોમ્પલેક્સમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા પણ લેવામાં આવ્યા છેa

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.