
વડાપ્રધાન મોદીનું પ્રેરણાત્મક સંબોધન, કોરોના નામના અંધકાર સામેની લડાઈ માટે મોદી મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસોમાં જ્યોર્તિગમય.
કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશ્યલ ડિસ્ટેસિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે. એટલા માટે જ રવિવારની રાતે થોડા સમય એકલા બેસીને માં ભારતીનું સ્મરણ કરો. સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે. પીએમ મોદીએ આ મેસેજ દ્વારા છેલ્લા 12 દિવસથી ઘરમાં રહેલા લોકોને મોટિવેટ અને તેમને કોરોના સામેની આગળની લડાઈ લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમે જે રીતે રવિવારના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે.. દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું.. હજું કેટલા દિવસો કાપવા પડશે.. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.