રાજકોટ-ગોવા ફ્લાઇટ સમગ્ર ઓગસ્ટ માસ દરમ્યાન ઉડાન ભરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 39

કોરોનાની બીજી લહેર ધીમી પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે.ત્યારે જન્માષ્ટમી પર્વના તહેવારોમાં રાજકોટ-ગોવા વિમાની ભાડામાં વધારો છતાં ફ્લાઈટ ફુલ થવા લાગી છે.ત્યારે રાજકોટ-ગોવા ફ્લાઈટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તેવા સમયે ભાડુ 5 હજારથી વધીને 15 હજાર કરવા છતાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આમ સમગ્ર ઓગસ્ટ મહિનો આ ફ્લાઈટ ગોવાની ઉડાન ભરશે.આ સિવાય રાજકોટ એરપોર્ટ હવાઈ સેવામાં મુંબઈ,દિલ્હી,હૈદરાબાદ,ગોવા જેવા સ્થળોએ આવવા-જવાની ફ્લાઈટમાં સારો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.રાજકોટ એરપોર્ટ પર 12 જુલાઈથી ઈન્ડિગો બાદ સ્પાઈસ જેટની મુંબઈ-દિલ્હી,હૈદરાબાદ,ગોવાની ફ્લાઈટ શરૂ થતા મંગળ,ગુરુ અને શનિવારને બાદ કરતા બાકીના દિવસોમાં ડેઈલી 8 ફ્લાઈટનું ઉડ્ડયન શરૂ કરવામાં આવ્યું છે.આમ વર્ષો બાદ રાજકોટ-ગોવા ફ્લાઈટ શરૂ થતા રાજકોટ સહિતના પ્રવાસીઓને પર્યટન સ્થળે જવાની વિમાની સેવા મળી રહી છે.ગોવા ટ્રાફિકને ધ્યાને લઈ સ્પાઈસ જેટ કંપનીએ રાજકોટ-ગોવા ફ્લાઈટનું 30મી ઓગસ્ટ સુધીનું શિડ્યુલ લંબાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.