
ભારત-અમેરિકા સંયુક્ત નિવેદન પાક. પર આતંકવાદ ખતમ કરવા દબાણ કરીશું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી. તે પછી બંને નેતાઓ વચ્ચે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું, બંને દેશો વચ્ચે 3 વર્ષમાં વેપારમાં ડબલ ડિજીટનો વધારો થયો છે. બાઈલેટરલ ટ્રેડના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે, અમે એક મોટી ટ્રેડ ડીલ વિશે પણ સહમત થયા છીએ. અમને આશા છે કે, તેના સકારાત્મક પરિણામ આવશે. જ્યારે ટ્રમ્પે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, મોદી સાથેની વાતચીતમાં 21.5 હજાર કરોડ રૂપિયાના રક્ષા સોદાને મંજૂરી મળી છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે કામ કરશે અને પાકિસ્તાન પર દબાણ ઉભુ કરશે.મોદી અને ટ્રમ્પ વચ્ચે પ્રતિનિધિ મંડળસ્તરની વાતચીતમાં ભારત-અમેરિકા વચ્ચે 6 કરારમાં 21 હજાર કરોડ રૂપિયાના મહત્વના ડિફેન્સ સોદા કરવામાં આવ્યા છે. અમદાવાદના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિએ આ વિશે જાહેરાત કરી હતી. આ સિવાય ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ રિએક્ટર સાથે જોડાયેલા કરાર પણ મહત્વના છે. આ અંતર્ગત અમેરિકા ભારતને 6 રિએક્ટર સપ્લાય કરશે.મોદી-ટ્રમ્પે કર્યા એકબીજાનાવખાણવડાપ્રધાન મોદીએ કહ્યું- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેલિગેશનનું ફરી એક વાર સ્વાગત કરુ છું અને ખુશી છે કે તેઓ પરિવાર સાથે અહીં આવ્યા. છેલ્લા 8 મહિનામાં તેમની સાથે આ પાંચમી વખત મુલાકાત થઈ છે. સોમવારે મોટેરા સ્ટેડિયમમાં તેમનું ભવ્ય સ્વાગત હંમેશા યાદગાર રહેશે. અમેરિકા અને ભારતના સંબંધો માત્ર બે સરકાર નહી પરંતુ પીપુલ સેન્ટ્રિક છે. તે 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ સ્થિતિમાં છે. સંબંધોને આ સ્થિતિમાં લાવવા માટે ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, છેલ્લા બે દિવસ ખૂબ શાનદાર રહ્યા. ખાસ કરીને કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. અહીં સવા લાખ લોકો હતા. તેઓ મોદીને ખૂબ પ્રેમ કરે છે. મેં જ્યારે જ્યારે સ્પીચમાં મોદીનું નામ લીધુ ત્યારે તેઓ ખુશીથી ચીસો પાડવા લાગ્યા હતા. ભારતીયોની મહેમાનગીરી હંમેશા યાદ રહેશે. મોદી અહીં ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ગાંધીજીના આશ્રમમાં ખાસ અનુભૂતિ થઈ. આજે રાષ્ટ્રપતિ કોવિંદ અમને ડિનર ઓફર કરવાના છે.મોદીએ કહ્યું- આતંકવાદ રોકવામાં સહમતીઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેલિગેશનનું સ્વાગત કરું છું. ખુશી છે કે તેઓ તેમના પરિવાર સાથે આવ્યા. છેલ્લા 8 મહીનામાં તેમની સાથેની આ પાંચમી મુલાકાત છે. ગઈકાલે મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું કરવામાં આવેલું ભવ્ય સ્વાગત યાદગાર રહેશે. અમેરિકા અને ભારતના સંબંધ માત્ર બે સરકારોની વચ્ચેના નથી, પીપલ સેન્ટ્રીક છે. આ 21માં સદીની સૌથી મહત્વપૂર્ણ સ્થિત છે. સંબંધોને અહીં સુધી પહોંચાડવામાં ટ્રમ્પનું અમુલ્ય યોગદાન રહ્યું છે. આજે ચર્ચામાં અમે પાર્ટનરશીપ વિશે સકારાત્મક વિચાર કર્યો. રક્ષા, ટેકનિક, ગ્લોબલ કનેક્ટિવિટી, ટ્રેડ કે પીપલ ટુ પીપલ ટાઈઅપ. છેલ્લા થોડા વર્ષોમાં આપણી સેનાઓની વચ્ચે યુદ્ધાઅભ્યાસમાં વધારો થયો છે. આજે હોમલેન્ડમાં થયેલા કારારથી તેને બળ મળશે. અમે આજે આતંકવાદની વિરુદ્ધના પ્રયાસો તરફ વધવાનો નિર્ણય કર્યો છે. અમે ડ્રગ્સ અને નાર્કોટિક્સ રોકવા માટે વાત કરી છે. ફ્યુઅલ હોય કે ન્યુક્લિયર એનર્જી, આપણને નવી ઉર્જા મળી રહી છે.ટ્રમ્પે કહ્યું- ભારત સાથે વેપારમાં 60%નો નફો
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, મોદી સાથે વાતચીતમાં અમે 21.5 હજાર કરોડના રક્ષા સોદાને મંજૂરી આપી છે. અમેરિકા સંતુલિત ટ્રેડ ઈચ્છે છે. અમે હિંદ-પ્રસાંત ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ. બંને દેશો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો આતંકવાદને ખતમ કરવા માટે કામ કરશે. ટ્રમ્પે કહ્યું, જ્યારથી મેં વેપાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકાની નિકાસ વધી રહી છે. તે માટે મોદીનો આભાર. મારા કાર્યકાળમાં ભારત સાથેનો વેપાર 60% વધ્યો છે. અમેરિકાનો ભારત સાથેનો વેપાર ખૂબ સારો અનુભવ રહ્યો છે. ડ્રગ્સનો વેપાર રોકવા માટે અમે સમજૂતી કરી છે. દબાણની રાજનીતિ ન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ.MH-60 રોમિયો મલ્ટીરોલ હેલિકોપ્ટર્સ (સી-હોક) ખરીદવાનો કરાર સૌથી મહત્વનોઅમેરિકા પાસેથી સી-હોક હેલિકોપ્ટર ખરીદવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. આ ડીલ નક્કી માનવામાં આવે છે. 21 હજાર કરોડના રક્ષા સોદોમાં માત્ર આ ડીલ માટે જ રૂ. 18,626 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. નૌસેનાને 24 સી-હોક હેલિકોપ્ટરની જરૂર છે. આ હેલિકોપ્ટર્સ દરેક સીઝનમાં અને દિવસના કોઈ પણ સમયે હુમલો કરવા માટે સક્ષમ છે. છુપાયેલી સબમરિન્સને ટાર્ગેટ કરવામાં આહેલિકોપ્ટરની કોઈ સરખામણી કરી શકે એમ નથી. ચોથી જનરેશનનું આ હેલિકોપ્ટર સમગ્ર દુનિયામાં નૌસેના માટે ખૂબ એડ્વાન્સ માનવામાં આવે છે. આ સોદા સિવાય ભારત અમેરિકા પાસેથી 800 મિલિયન ડોલરના 6 એએચ-64ઈ અપાચે હેલિકોપ્ટર્સ ખરીદી શકે છે. તે સાથે જ ભારતને અમેરિકા મિસાઈલ ડિફેન્સ શીલ્ડ પણ વેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી તેઓ રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભારત આવતા રોકી શકે.