દેશમાં ૨૪ કલાકમાં વધુ ૪૯૭૦ પોઝિટિવ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 127

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના મહામારી લોકડાઉન-૪નો ૧૮મેથી પ્રારંભ થઇ ગયો છે. તેમ છતાં કોરોના પોઝીટીવના કેસો ઓછા થવાને બદલે વધી રહ્યાં હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૪૯૭૦ કેસો નોંધાયા ભારતમાં કોરોના કેસોનો આંકડો હવે એક લાખને પાર પહોંચી ગયો છે. અને મરનારાઓની સંખ્યા ૩૧૬૩ પર પહોંચી ગઇ છે. નોંધનીય બાબત એ છે કે, ૧૧૧ દિવસમાં દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યા એક લાખને પાર થઇ ગઇ છે અને ૩૧૬૩ના મોત નિપજ્યા છે. લોકડાઉન-૪માં કેટલાક રાજ્યોએ વધારે પડતી છૂટછાટો આપતાં કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને લોકડાઉનના નિયમોનું પૂરેપુરૂ પાલન કરાવવા ભાર મૂક્્યો છે. મહારાષ્ટÙમાં સૌથી વધુ ૩૫ હજાર કેસો નોંધાયા છે. દેશમાં પહેલો કેસ ૩૦ જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ૧૧૧ દિવસમાં એક લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્્યા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.