દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૭૦ પોઝિટિવ કેસઃ ૧૦૩ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 169

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમીત મામલામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૩૯૭૦ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને ૮૫૯૪૦ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ૧૦૩ લોકો મોતને ભેટ્યા છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક ૨૭૫૨એ પહોંચ્યો છે. જ્યારે ૨૨૩૩ લોકો કોરોના વાયરસ સામેની જંગમાં સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ભારત હવે ચીનથી આગળ નીકળી ગયું છે અને વિશ્વમાં ૧૧માં નંબર પર પહોંચ્યું છે.
૮૫૯૪૦ કોરોના વાયરસના કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોની યાદીમાં ચીનને પછાડીને આગળ નિકળી ગયો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં ૮૨૯૨૯ કેસ નોંધાયા હતા તેમજ ૪૬૩૩ લોકોના મોતને ભેટ્યા હતા.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.