દાવાનળમાં ૪૮ કરોડ પશુ પંખીઓ કમોતે મર્યા પછી ઓસ્ટ્રેલિયાની સરકાર ૧૦ હજાર ઊંટોને મારવાનું અમાનવીય કૃત્ય કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 36

સને ર૦ર૦ માં સૂર્યગ્રહણની અને છ ગ્રહોની યુતિનો જાણે કે પ્રતાપ દેખાતો હોય તેમ વિશ્વની સૃષ્ટીમાં છેલ્લા કેટલા વર્ષોમાં નહીં સાંભળવા મળે તેવા સમાચારો અત્યારથી જ આવવાનું શરૂ થયું છે. ૪૮ કરોડ પશુ પંખીઓ જ્યારે જંગલના દાવાનળમાં બળીને મૃત્યુ પામ્યા હશે ત્યારે તેમની વેદનાના પડઘાઓ શૂન્ય આકાશમાં અંકિત થયા હશે. હજુ આ સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં ૧૦ હજાર ઊંટોને બહુ પાણી પી જાય છે તેવું આળ ચડાવીને તેઓને શાર્પ શુટરો દ્વારા હેલીકોપ્ટરોમાંથી અમાનવીય રીતે મોતને ઘાટ ઉતારવામાં આવશે. કુદરતી રીતે દાવાનળમાં મૃત્યુ પામેલા જીવો માટે સમગ્ર વિશ્વ ઓસ્ટ્રેલિયાના પ્રમુખને સહાનુભૂતિ બતાવી રહ્યું છે ત્યારે આવા અમાનવીય કૃત્ય માટે ભારત સહિત અનેક દેશોમાં સોશ્યલ મીડીયા ઉપર ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
બીસોલોજી ઓફ અર્થકવેકસ પશુ હત્યાને  કારણે કુદરતી આફતો ડા.બજાજ, ઈબ્રાહીમ અને સિંઘ નામના ભારતના ત્રણ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રથમાક્ષર પરથી બીસીલોજી  ઓફ અર્થકવેકસનો સિદ્ધાંત સુઝહલમાં વિશ્વના વૈજ્ઞાનિકોની ચોપાટ સમક્ષ મુકયો ત્યારે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયું હતું કે સમગ્ર વિશ્વમાં આવતા ધરતીકંપો, સુનામીઓ અને કુદરતી આફતોનું મુળ કારણ પશુની હત્યા છે. આ ત્રિપુટીએ સાબિત કર્યું હતું કે, રેડીયો, ટીવી, સેટેલાઈટ અને એકસપ્લોઝીવ એટમબોંબના પણ વિસ્ફોટો તરંગોના આવાગમન પર નિર્ભર હોય છે. રશિયાના વૈજ્ઞાનિકે તો લ્યુનોખોદ નામના મશીનથી ચંદ્ર પરની રજકણને પૃથ્વી પર લાવવાનો સિદ્ધ પ્રયોગ કરેલો છે. આજ પ્રમાણે ધરતીકંપ પણ તરંગોના આધારે થાય છે.જેમાં તેમણે ત્રણ તરંગોની વાત કરી છે. જેમાં પહેલા તરંગો અતિ વેગથી પસાર થતા હોય છે. બીજા પ્રકારના તરંગો પ્રમાણમાં ધીમી ગતિવાળા હોય છે પરંતુ તેઓ પશુઓની હત્યા થાય ત્યારે જેને આઈન્સ્ટાઈન પેઈન વેવ્ઝ કહે છે. તેવા વેદનાના વાદળો બાંધતા હોય છે. આવા વાદળોના મોજા ધીમે ધીમે એકઠા થઈને બળવાન થતા જતા હોય છે. જે સ્થાન પણ ફેરવી શકે છે અને જેમ પાણીના વાદળો ફાટે ત્યારે વરસાદ પડે છે તેમ આ વેદનાના વાદળનું એકસપ્લોઝન થાય ત્યારે ભૂગર્ભના ખડકોને પણ તોડી નાખે છે. 
જનની રક્ષા માટે ચાર ‘જ’ ની સુરક્ષા  અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘે તો ઓસ્ટ્રેલિયાના પ્રમુખને પત્ર લખીને બહુ જ મહત્વની વાત તરફ અંગુલી નિર્દેશ કર્યો છે કે, દુષ્કાળ અને પાણીની અછતને કારણે ઊંટોને આવી રીતે મારી નાખવાથી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે.કેમ કે આ પશુઓ પણ દુનિયામાં રહેવા માટે માનવો જેટલા જ અધિકારી છે અને તેમની હાજરીથી આ સૃષ્ટીનું ઈકો સર્કલ અને પર્યાવરણીય સમતુલા સચવાઈ રહે છે. પશુઓ મરશે તો જંગલો ખતમ થશે, જંગલો ખતમ થશે તો નદીઓ સુકાઈ જશે અને નદીઓ સુકાશે તો જમીન બંજર થઈ જશે.જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા થશે તો જ આ સૃષ્ટી પરના જનની સુરક્ષા થશે.
પશુઓને પણ ફંડામેન્ટલ અધિકારો વધુ પ્રાણીઓને ફંડામેન્ટલ્સ અધિકારો પણ યુનિવર્સલ ડીકલેરેશન ઓફ એનીમલ વેલ્ફેર દ્વારા આપવામાં આવેલ છે. જે અધિકારોમાં ભુખ અને તરસથી મુÂક્ત, અપ્રતિકુળતાથી મુÂક્ત, દુઃખદર્દ, રોગ અને વાગવાથી મુÂક્ત. પોતાનું નોર્મલ વતન રજુ કરવાની મુÂક્ત અને ભય અને અન્ય તકલીફોથી મુÂક્ત. આ અધિકારોને ભારતની સર્વોચ્ચ અદાલતે પણ તા. ૭-પ-ર૦૧૪ ના જલીકટ્ટુના જજમેન્ટમાં બહુ સ્પષ્ટતાથી વિશ્લેષીત કરવામાં આવ્યા છે. રાધાકૃષ્ણન અને ઘોષની બેંચે આપેલા ૧૦૩ પાનાના ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે માણસો ઝઘડે તો તું કુતરો છે કે ગધેડો છે તે પ્રમાણે અપશબ્દો પણ વાપરી નહીં શકે.કેમ કે તેનાથી પ્રાણીઓનું સન્માન ઘવાય છે કોઈ આવી ગાળ આપે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ ગણી શકાય તેમ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.