
દરેક વર્ગ સુધી ન્યાય પહોંચે તે સરકારની પ્રાથમિકતા : મોદી
પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં યોજાયેલા દિવ્યાંગ મહાકુંભમાં વડાપ્રધાન એક સાથે ૨૬,૭૯૧ દિવ્યાંગો અને વૃદ્ધોને તેમને મદદ કરતાં સાધનો વહેંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરેડ મેદાનમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ કર્યું હતું. ત્યારપછી તેમણે સામાજીક અધિકારીતા શિબિરને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કÌšં કે, પહેલાની સરકારોના સમયમાં આ પ્રમાણેના કેમ્પ ઓછા થતા હતા અને આ પ્રમાણેના મેગા કેમ્પ તો ગણતરીના થતા હતા. છેલ્લા ૫ વર્ષમાં અમારી સરકારે દેશના અલગ અલગ વિસ્તારોમાં અંદાજે ૯,૦૦૦ કેમ્પ કર્યા છે. પીએમએ કÌšં કે, ગઈ સરકારના પાંચ વર્ષમાં દિવ્યાંગોને ૩૮૦ કરોડ રૂપિયાથી ઓછી કિંમતના સાધનો વહેંચ્યા છે જ્યારે અમારી સરકારે ૯૦૦ કરોડથી વધુ કિંમતના સાધનો વહેંચ્યા છે. છેલ્લા ૪-૫ વર્ષોમાં દેશના હજારો બિÂલ્ડંગો, ૭૦૦થી વધારે રેલવે સ્ટેશન, એરપોર્ટ પર દિવ્યાંગો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યાં બાકી છે તેને પણ સુગમ્ય ભારત અભિયાન સાથે જાડવામાં આવી રહી છે. સમાજના દરેક નાગરિકને લાભો મળે તેમજ ન્યાય તોળાય તે સરકારની જવાબદારી છે અને આ જ તેમની સરકારનો ‘સબકા સાથ, સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ’નો પાયો છે.
વડાપ્રધાને દિવ્યાંગોને કÌšં કે, પહેલાં બેન્કમાં તમારા ૧૦ લાખ રૂપિયા હોય અને બેન્ક નાદાર થાય તો તમને એક લાખથી વધારે રૂપિયા નહતા મળતા પરંતુ હવે અમે નિયમ બદલીને વળતરની રકમ એક લાખથી વધારીને ૫ લાખ કરી દીધી છે. અમે લોકોના પૈસા સુરક્ષીત કરવાનું કામ કર્યું છે. તેના કારણે લોકોનો બેન્ક પ્રતિ વિશ્વાસ વધ્યો છે. ૬૦ વર્ષની ઉંમર પછી વૃદ્ધોને એક ચોક્કસ રકમ પર ચોક્કસ વ્યાજ આપવામાં આવે છે. તેમના રોકાણ પણ અમે સુરક્ષીત કર્યા છે. પીએમ મોદી આગળ કહે છે કે હું માનુ છુ કે આ ઉપકરણ તમારા બુલંદ હોંસલાઓને સહયોગી છે. તમારી અસલી શÂક્ત તમારુ ધૈર્ય છે, તમારુ સામર્થ્ય છે, તમારુ માનસ છે. અમારે ત્યાં કહેવાય છે – સ્વÂસ્તઃ પ્રજાભ્યઃ પરિપાલયંતાં. ન્યાયેન માર્ગેણ મહીં મહીશાઃ એટલે કે સરકારની ફરજ છે કે દરેક વ્યÂક્તનુ ભલુ થાય, દરેક વ્યÂક્તને ન્યાય મળે. આ વિચાર તો સબકા સાથ,, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રનો પણ આધાર છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ ઈશારા ઈશારામાં યુપીની પૂર્વ સરકારોને પણ નિશાને લીધી. તેમણે કÌš, જે કામ ગઈ સરકારોમાં નહોતુ થયુ તે અમારી સરકારે કરીને બતાવ્યુ છે. ગઈ સરકારના પાંચ વર્ષમાં જ્યાં દિવ્યાંગોને ૩૮૦ કરોડ રૂપિયાથી પણ ઓછાના ઉપકરણ વહેંચવામાં આવ્યા. એટલે કે લગભગ અઢી ગણા. પીએમ કહે છે કે ભલે તે વરિષ્ઠ જન હોય, દિવ્યાંગજન હોય, આદિવાસી હોય, દલિત-પીડિત, શોષિત, વંચિત હોય, ૧૩૦ કરોડ ભારતીયોના હિતોની રક્ષા કરવી, તેમની સેવા કરવી, અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.