ટી-૨૦ વર્લ્ડ કપને લઇ ICCએ ભારતીય ટીમને પૂંછ્યો જબરો સવાલ, કહ્યું- ‘હવે શું કરશો’

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 19

ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરૂદ્ધ ટી-૨૦ સિરીઝની છેલ્લી મેચમાં ધમાકેદાર ઓપનિંગ કરી. શિખર ધવન અને કેએલ રાહુલએ શાનદાર હાફ સેંચુરી બનાવી અને ટીમ ઇન્ડિયાએ મેચમાં ૨૦૦ રનનો સ્કોર કર્યો. ધવને પોતાના ફોર્મમાં વાપસી કરતા ૫૨ રનની ઇનિંગ રમી. ટીમ ઇન્ડિયાના ઓપનરની અર્ધસતકીય ઇનિંગ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલએ ટ્વીટર પર સવાલ કર્યો છે.
 
વિરાટ કોહલી એન્ડ કંપનીએ વર્ષની શરૂઆત સિરીઝની જીત સાથે કરી છે. ભારતે શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝમાં ૨-૦થી જીત હાંસલ કરી. શુક્રવારે રમાયેલ મુકાબલામાં ભારતે શાનદાર ઓપનિંગના દમ પર ૨૦૧ રનનો શાનદાર સ્કોર ઉભો કર્યો હતો. કેએલ રાહુલ અને શિખર ધવનએ હાફસેંચુરી ફટકારી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમે ૧૨૩ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ અને મેચ ૭૮ રનથી ભારતે પોતાના નામે કરી લીધી.
 
વિરાટ કોહલી માટે સૌથી મોટી સમસ્યા શિખર ધવને ઉભી કરી છે. ડાબા હાથના આ ખેલાડીએ પૂણે ટી-૨૦માં સાબિત કર્યું છે કે, તેની અંદર ટી-૨૦ ક્રિકેટ હજી બાકી છે. ધવને પૂણેમાં ૩૬ બોલમાં ૫૨ રનની ઇનિંગ રમી. આ મેચ પહેલા તેની પર સવાલો ઉઠી રહ્યા હતાં અને કેએલ રાહુલને ટી-૨૦ વર્લ્ડ કપનો દાવેદાર બતાવવામાં આવી રહ્યો હતો. જો ધવન પૂણેમાં રન નથી બનાવતો તો કેટલીક હદ સુધી વિરાટ કોહલી માટ સરળતા થઇ જતી. પરંતુ ગબ્બરની ગરજ હવે વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ માટે માઠો દુખાવો બની ગયો છે.
 
શિખર ધવનની હાફ સેંચુરીની ઇનિંગ બાદ આઇસીસી એ ટ્વીટ કર્યું અને ભારતીય ઓપનિંગ જોડી પર સવાલ કર્યો. ભારતીય ટીમના નિયમિત ઓપનર રોહિત શર્માને શ્રીલંકા વિરૂદ્ધ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. ધવન અને રોહિત લાંબા સમયથી ઓપનિંગ કરતા આવ્યા છે. પરંતુ કેએલ રાહુલે તેની સાથે ખુબ જ સારી ભાગીદારી નોંધાવી છે. આઇસીસીનો સવાલ પણ એ જ છે કે, હવે ધવનનાં ફોર્મમાં પરત ફર્યા બાદ કઇ ભારતીય જોડીને ફેન્સ મેદાનમાં જોશે.
 
ભારતીય ટીમની નિયમિત ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવનની છે. ધવન અને રોહિત ૨૦૧૩ ચેમ્પિયંસ ટ્રોફીમાં પ્રથમવાર ઓપનિંગ કરવાનું શરૂ કર્યું હતું. ગત કેટલાક સમય પહેલા કેએલ રાહુલે લિમિટેડ ઓવરમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિત સાથે તેણે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ખુબ જ સારી ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝમાં રોહિતની વાપસી બાદ કેપ્ટનની મુશ્કેલી એ હશે કે, કેએલ રાહુલ અને ધવનમાંથી રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.