ગૌતમ ગંભીર ઉઠાવશે સેક્સ વર્કર્સની ૨૫ દીકરીઓની સંપૂર્ણ જવાબદારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 39

ન્યુ દિલ્હી,
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વીય દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે શહેરના પ્રખ્યાત જીબી રોડ એરિયાના દેહવ્યાપાર કરતા બહેનોની મદદ માટે હાથ લંબાવ્યા છે. તેમની ૨૫ દીકરીઓને ભણાવવાની અને તેમની દેખરેખની જવાબદારી ગૌતમે ઉઠાવી છે. જાણકારી અનુસાર ગૌતમ તેમની નાનીના જન્મદિવસે આ શુભકાર્યની શરૂઆત કરવા માંગે છે. તેમણે કે, સમાજમાં દરેક વ્યક્તિને સારુ જીવન જીવવાનો અધિકાર છે. તે આ બાળકીઓને સારુ જીવન આપશે, જેથી બાળકીઓના સપના સાકાર થાય, હાલમાં ૧૦ દીકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે કે જે વિસ્તારની અલગ અલગ શાળામાં અભ્યાસ કરી રહી છે.
૨૫ છોકરીઓની જવાબદારી ઉઠાવવાનો ર્નિણય ગંભીરે કર્યો છે. ગૌતમ ગંભીરે આ મુહિમને પંખ નામ આપ્યુ છે. આ ૨૫ દીકરીઓ દિલ્હીના શેલ્ટર હોમમાં રહેશે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ૫ વર્ષથી ૧૮ વર્ષ સુધીની દીકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી તે દુનિયા સામે લડવા સશક્ત બને. ગૌતમ ગંભીર એક સફળ ક્રિકેટર રહી છે, અને તે તેમના સમયના સૌથી સારા ક્રિકેટરમાં ગણાતા હતા. બાદમાં તેમણે ભારતીય જનતા પાર્ટી જાેઇન કરી અને હવે તે તેમની નાનીના જન્મદિવસે આ સારુ કાર્ય કરવા જઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.