કોરોના વાઈરસ / દિલ્હીમાં ૫ નવા શંકાસ્પદ દર્દી મળ્યા, ચીનમાં અત્યાર સુધી ૫૬૨ લોકોના મોત, ૨૭ હજારથી વધુ લોકોને ઈન્ફેક્શન
<p> <p> બેઈજિંગ/નવી દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે ૫ વધુ શંકાસ્પદ દર્દીઓને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં બુધવારે દાખલ કરવામાં આવ્યા છે. તેમાં એક મહિલા પણ સામેલ છે. હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા હવે ૧૨ થઈ ગઈ છે. તપાસ માટે દરેક દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશન માટે તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા ૫૬૨ થઈ ગઈ છે. હુબેઈ રાજ્યમાં બુધવારે કુલ ૭૦ લોકોના મોત થયા છે.સીએનએનના જણાવ્યા પ્રમાણે, ચીનમાં અત્યાર સુધી ૨૭,૩૭૮ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. ચીનની બહાર હોંગકોંગ અને પેલેસ્ટાઈનમાં પણ ૧-૧ યુવકનું મોત થયું છે. ચીન વિદેશ મંત્રાલય પ્રમાણે ૨૧ દેશોમાંથી બેઈજિંગમાં ફેલાયેલી મહામારીને રોકવા અને નિયંત્રણમાં લેવા માટે ડોનેશન મળ્યું છે.</p></p>