કેરળમાં વધુ એક દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ, ચીનમાં અત્યાર સુધીમાં 10844 દર્દીઓ વાઈરસ મુક્ત થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 ચીનમાં રવિવારે 105 લોકોના મોતની સાથે કોરોના વાઈરસમાં મૃત્યુંઆંક 1770 થયો છે. ચીનમાં 2048 નવા કેસ નોંધાયા છે. જેમાંથી હુબેઈમાંથી 1933 કેસ છે. અત્યાર સુધીમાં 70548 પોઝિટિવ કેસ નોંધાય છે. કેરળમાં કોરોના વાઈરસ સંક્રમિત વધુ એક દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ પહેલા પણ એક સંક્રમિત દર્દીનું સ્વાસ્થ્ય સુધરતા તેને ઘરે મોકલવામાં આવ્યો હતો. કેરળમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાથી હવે માત્ર એક દર્દીને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ચીનમા વુબેઈ વિસ્તારમાં પણ છેલ્લા 24 કલાકમાં એક હજાર દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.7 માલદીવના નાગરિક પણ પોતાના દેશ પરત મોકલાશેદિલ્હીના છાવલા સેન્ટરમાં માલદીવના સાત નાગરિકો કોરોના વાઈરસની તપાસ પછી તેમના દેશ પરત મોકલાશે. વુહાનથી પરત ફરેલા 406 લોકોનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આઈટીબીટીના પ્રવક્તાએ કહ્યું હતું કે તમામ લોકોના તાજેતરના બ્લડ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તમામ લોકોને ઘરે પરત ફરવાની પરવાનગી આપવામાં આવશે. સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસનો ભોગ બનેલા 10844 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારે 1425 દર્દીઓને રજા આપવામાં આવી હતી.હુબેઈમાં 58 હજારથી વધુ પોઝિટિવ કેસકોરોના વાઈરસનો પ્રથમ કેસ હુબેઈની રાજધાની વુહાનમાં સામે આવ્યો હતો. માનવામાં આવે છે જંગલી પશુઓના ગેરકાયદેસર બજારના કારણે આ વાઈરસ ફેલાયો છે. પહેલા માનવમાં આવતું હતું કે આ વાઈરસ માત્ર સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. ત્યાર પછી એ પુષ્ટિ થઈ હતી કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ છે.ચીન બહાર વાઈરસના કારણે ત્રણ મોકોરોના વાઈરસની ચપેટમાં ઘણા દેશ આવી ગયા છે. ચીન બહાર ત્રણ મોત થયા છે, જેમાં હોંગકોંગ, જાપાન અને ફિલિપાઈન્સમાં એક એક મોત થયા છે. ફ્રાન્સમાં એક મોત થયું છે પણ તે ચીનનો પ્રવાસી હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.