ઉત્તર પ્રદેશમાં : ઓરૈયામાં મજૂરો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ, ૨૪ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 302

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં શનિવાર વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા ૨૪ મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી.

ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે ૩.૩૦ વાગ્યે થયો હતો. જેમા ૨૪ લોકોના મોત થયા છે અને ૨૦ ઘાયલ થયા છે. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ટ્રકમાં ૪૦ લોકો સવાર હતા.

બુધવાર રાત્રે મધ્યપ્રદેશના ગુનામાં બસ અને કન્ટેનરની ટક્કરમાં ૮ મજૂરના મોત થયા હતા અને ૫૪ ઘાયલ થયા હતા. તમામ લોકો ઉત્તર પ્રદેશથી ઉન્નાવ જઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધવાર રાત્રે રોડવેઝની બસે ૬ મજૂરોને કચડી નાખ્યા હતા. બીજી તરફ બિહારમાં પણ પ્રવાસીઓની બસ ટ્રક સાથે અથાડાઈ હતી. જેમા બે લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે રેલવે ટ્રેક ઉપર માલગાડીની હડફેટે આવી જતાં ૧૬ મજૂરોના મોત થયા હતા. અકસ્માત ઔરંગાબાદમાં કરમાડ સ્ટેશન પાસે થયો હતો. મજૂરો રેલવે ટ્રેક ઉપર ઊંઘી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.